How To Burn Belly Fat: આ 5 યોગ આસાનીથી ઘટાડશે તમારા પેટ પરની ચરબી

Tue, 02 Feb 2021-4:41 pm,

ઉષ્ટ્રાસન આસન થોડુ મુશ્કેલ છે. જો કોઈ પીઠની તકલીફ ના હોય તો જ આ આસન કરવું કેવી રીતે કરવુ ઉષ્ટ્રાસન? સૌ પ્રથમ તમે તમાર ઘુટણ પર સીધા ઉભા રહો તમારા હાથ નિતંબની ટોચ પર મુકો ધીરા ધીરે બંને હાથને પગના કાંડા તરફ લઈ જાઓ ચહેરાને ઉપરની તરફ રાખો ઉષ્ટ્રાસન કરતા સમયે પીઠના મણકાનું ખાસ ધ્યાન રાખવું

પેટ પરની ચરબીના બાળવા માટે આ ઉત્તમ આસાન છે. નૌકાસન કરવાથી પેટના મસલ્સ મજબૂત થાય છે.તેમજ કોર પણ મજબૂત થાય છે.  કેવી રીતે કરવું નૌકાસન? જમીન પર ઉંધા સુઈ જાઓ તમારા હાથને સીધા રાખો, ખભાને રિલેક્ષ કરી દો, પગને સીધા રાખો હવે ધીરે ધીરે હાથ અને પગને ઉપરની તરફ લો સાથે પેટના ભાગને શરીરને ઉપર ખેંચો તમારી બોડી 45 ડિગ્રી, V શેપમાં આવે ત્યાર પછી 60 સેકન્ડ સુધી હોલ્ડ કરો

આ આસન લોકોનો સૌથી પ્રિય છે, આ આસનને સરળ માનવામાં આવે છે. પ્લેન્ક પોઝ પેટની ચરબી બાળવા માટે ઉત્તમ પોઝ માનવામાં આવે છે. કેવી રીતે કરવું કુંભકશન? ચહેરો નીચે તરફ રાખો તમારા શરીરથી સીધા હાથ પર ઉભા કરો પગના અંગુઠાથી શરીરનું સંતુલન રાખો ચહેરાની નીચે તરફ અથવા આગળની તરફ રાખો જેટલુ થાય ત્યાં સુધી રાખો

ધનુરાસન દેખાવામાં તો સહેલુ લાગે છે પરંતુ તમારા એબ્સ માટે એટલુ જ ચેલેજિંગ છે. જેટલું તમારા એબ્સનું વર્કાઉટ થશે તે તમારા પેટની ચરબી જલ્દી ઓગળશે. કેવી રીતે કરવું ધનુરાસન? જમીન પર ઉંધા સુઈ જાઓ ઘુટણથી પગને વાળો, અને પગને પકડો ઊંડા શ્વાસ લઈને બંને હાથ પગને ઉપરની તરફ ખેંચો સાથે જાંગ અને છાતીના ભાગને પણ ઉપર ખેંચો આજ પોઝમાં 30 સેકન્ડ રહો, ધીમે ધીમે કરીને 90 સેકન્ડ સુધી રહો

ભુજંગાસનની મુદ્રા એવી છે જેમાં તમારા પટેની માસપેશીઓ મજબૂત થાય છે, જ્યારે તમારી લોઅર બેકને આરામ મળે છે. કેવી રીતે કરવું ભુંજગાસન? જમીન પર ઉંધા સુઈ જાઓ તમારા ખભાની બાજુમાં જમીન પર હાથ ફેલાવો તમારા પગને પાછળ ખેંચો, પગની ટોચ જમીનને અડાવો, અને ધીમે ધીમે શ્વાસ લો અને તમારા ઉપલા ભાગને ઉપર કરો. આ પોઝિશનમાં 25થી 30 સેકન્ડ રહો

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link