આ રિપોર્ટે આખા દેશને ચોંકાવ્યો! સુગર, BP અને ડાયાબિટીસ સહિતની 53 દવા FAIL નીકળી
સાવધાન! પેરાસિટામોલથી ખતરો? શું તમે પણ આ દવા ખાઓ છો? ક્વોલિટી ટેસ્ટમાં 53 દવાઓ FAIL થઈ છે. શું તમારી દવામાં ભેળસેળ છે? સુગર, BP અને ડાયાબિટીસની દવા FAIL નીકળી. CDSCOના રિપોર્ટે દેશના લોકોને ચોંકાવ્યા
જો તાવ કે દુખાવો થાય તો તમે તરત પેરાસિટામોલ ખાઈ લો છો તો સાવધાન થઈ જજો. દેશના ડ્રગ રેગ્યુલેટર સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન એટલે CDSCOએ નવું મંથલી ડ્રગ અલર્ટ જાહેર કર્યુ છે... જેમાં પેરાસિટામોલ સહિત 54 દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં નિષ્ફળ ગઈ છે. આ દવાઓમાં કેલ્શિયમ અને વિટામીન ડી3 સપ્લીમેન્ટ્સ, એન્ટી ડાયાબિટીસની ગોળીઓ અને હાઈ બ્લડ પ્રેશર માટેની દવાઓનો પણ સમાવેશ થાય છે. આ રિપોર્ટે સામાન્ય માણસના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધારી દીધી છે.
આ દવાઓની ક્વોલિટી અંગેનો રિપોર્ટ એવા સમયે આવ્યો છે.. જ્યારે દેશના અનેક રાજ્યોમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લાં કેટલાંક દિવસથી હવામાનમાં પરિવર્તન થઈ રહ્યું છે. ક્યાંક વરસાદ તો ક્યાંક ગરમી લોકોને હેરાન-પરેશાન રહી છે. અને મોસમના બદલાયેલા મિજાજના કારણે લોકોને શરદી, ઉધરસ અને તાવની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
બેવડી સિઝનના કારણે હોસ્પિટલ પણ દર્દીઓથી ઉભરાઈ ગયા છે. તો કેટલાંક ભણેલા-ગણેલા લોકો પેરાસિટામોલ જેવી દવાઓનો સહારો લઈ રહ્યા છે. અમે એવું કહીએ કે આ દવા તમારું સ્વાસ્થ્ય સારું થવાની જગ્યાએ બગાડી રહી છે તો તમે શું કહેશો? કેમ કે પેરાસિટામોલ સહિત 53 દવા ક્વોલિટી ટેસ્ટમાં ફેઈલ થઈ છે. જેમાં વિટામિન, સુગર, બ્લડ પ્રેશર અને એન્ટી બાયોટિક્સનો સમાવેશ થાય છે.
દેશની સૌથી મોટા રેગ્યુલેટર સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન એટલે CDSCOના રિપોર્ટમાં આ દવાઓ પાસ થઈ શકી નથી. જેના કારણે આ દવાઓને સ્વાસ્થ્ય માટે ખતરનાક માનવામાં આવી છે.
CDSCOએ જે દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે તે કંપનીઓનું કહેવું છે કે આ અમારી દવા નથી. તેમની કંપનીના નામે બજારમાં નકલી દવા વેચવામાં આવી રહી છે. એવામાં સવાલ ઉભા થઈ રહ્યા છે કે.
અસલી-નકલી દવાનો ફરક સામાન્ય માણસ કેવી રીતે કરે? સામાન્ય માણસ દવાની ક્વોલિટી વિશે કેવી રીતે જાણી શકે? જાગૃતિ ફેલાવવા માટે સરકારનો પ્લાન શું છે? ક્યાં સુધી લોકો અસલીના નામે નકલી દવા ખાતા રહેશે?
આ અંગે સરકારે ગંભીરતાથી વેચવાની જરૂર છે... નહીં તો દેશના અનેક લોકો બીમારીમાંથી સ્વસ્થ થવાના બદલે બીમાર જ રહેશે... જે સ્વસ્થ સમાજ માટે મોટા ખતરાની નિશાની છે...