લગ્ન પહેલા પિતા બની ગયા હતા હાર્દિક સહિત આ ક્રિકેટર, એકની તો કોર્ટો ખોલી હતી પોલ

Thu, 22 Sep 2022-10:09 pm,

વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ક્રિકેટર ડ્વેન બ્રાવો અને તેની બે ગર્લફ્રેન્ડ ખૈતા ગોંઝાલ્વિસ અને રેઝિના રામજીતથી ત્રણ બાળકો છે, પરંતુ તેણે હજુ સુધી લગ્ન કર્યાં નથી. 

David Warner: ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટર ડેવિડ વોર્નર પણ આ લિસ્ટમાં સામેલ છે. નોંધનીય છે કે વોર્નર પોતાની પત્ની કેન્ડિસ વોર્નર સાથે લગ્ન કર્યાં પહેલા પિતા બની ગયો હતો. તેની પ્રથમ પુત્રીનો જન્મ 2014માં થયો હતો અને વર્લ્ડ કપ 2015માં બંનેએ લગ્ન કર્યા હતા. હવે કપલને ત્રણ પુત્રીઓ છે.  

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને પ્રધાનમંત્રી ઇમરાન ખાનનો સંબંધ સીતા વ્હાઇટ સાથે હતો. સીતા વ્હાઇટે દાવો કર્યો હતો કે તેના અને ઇમરાનની પુત્રી ટાયરિયન ઝેડનો જન્મ જૂન 1992માં થયો હતો. પરંતુ ખાને નેટાયરિયનને પોતાના બાળકના રૂપમાં સ્વીકારવાનો ઇનકાર કરી દીધો કારણ કે તે દીકરી હતી અને તેણે વ્હાઇટને ગર્ભપાત કરાવવાનો આગ્રહ કર્યો હતો. 1997માં લોસ એન્જલિસની એક કોર્ટે ચુકાદો આપ્યો કે ખાન છોકરીના પિતા છે. પરંતુ 2004માં સીતા વ્હાઇટના મોત બાદ ખાને ટાયરિયનને પોતાના બાળકના રૂપમાં સ્વીકાર કરવા માટે સહમતિ વ્યક્ત કરી અને પોતાના પરિવારમાં તેનું સ્વાગત કર્યું હતું.   

વિવિયન રિચર્ડ્સ ક્રિકેટ ઈતિહાસના મહાન બેટરોમાંથી એક છે. વિવિયન રિચર્ડ્સ બોલીવુડની જાણીતી અભિનેત્રી નીના ગુપ્તા સાથે રિલેશનશિપમાં હતા. નોંધનીય છે કે નીના અને વિલિયમ બંને લિવ-ઇન રિલેશનશિપમાં હતા. વર્ષ 1989માં નીનાએ એક પુત્રી મસાબાને જન્મ આપ્યો, પરંતુ બંનેના લગ્ન ક્યારેય થયા નહીં.

અંગ્રેજ બેટર જો રૂટ પણ આ લિસ્ટ સામેલ છે, જે લગ્ન પહેલા પિતા બની ગયો. રૂટે માર્ચ 2016માં પોતાની ગર્લફ્રેન્ડ કૈરોલિન કોટરેલ સાથે સગાઈ કરી અને તેના પ્રથમ પુત્ર અલ્ફ્રેડ વિલિયમનો જન્મ 7 જાન્યુઆરી 2017ના થયો હતો. બંનેએ 1 ડિસેમ્બર 2018ના લગ્ન કર્યા હતા. તેના બીજા બાળક ઇસાબેલાનો જન્મ 8 જુલાઈ 2020ના થયો હતો.   

Hardik Pandya:ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ જાન્યુઆરી 2020માં ડાન્સર અને અભિનેત્રી નતાસા સ્નેનકોવિક સાથે સગાઈ કરી. પરંતુ બંનેના લગ્ન પહેલા બાળક, અગસ્ત્ય પંડ્યાનો જન્મ 30 જુલાઈએ થયો હતો. 

 

 

 

ભારતના પૂર્વ બેટર વિનોદ કાંબલીએ પોતાની ગર્લફ્રેન્ડ નોએલા લુઈસ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બંનેના છુટાછેડા થઈ ગયા છે અને પોતાની પત્નીની સાથે છુટાછેડા બાદ કાંબલી મોડલ એન્ડ્રિયા હેવિટની સાથે સંબંધમાં આવ્યો અને લગ્ન પહેલાં બંને માતા-પિતા બની ગયા. નોંધનીય છે કે પોતાના પુત્ર જીસસ ક્રિસ્ટિયાનો કાંબલીના જન્મના 4 વર્ષ બાદ કાંબલીએ એન્ડ્રિયા સાથે લગ્ન કર્યાં હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link