Ram Mandir: આ છે ભારતના અલગ અલગ રાજ્યોમાં આવેલા અનોખા રામ મંદિર, દરેકનું છે વિશેષ મહત્વ

Sat, 20 Jan 2024-8:03 am,

મુખ્યત્વે શિવ મંદિર હોવા છતાં તેલંગાણાના પાલમપેટમાં આવેલું રામપ્પા મંદિર ભગવાન રામને સમર્પિત છે. મંદિરનું સ્થાપત્ય અને કાકતીય વંશ સાથેનું કનેકશન તેને ઇતિહાસ પ્રેમીઓ અને રામ ભક્તો માટે ખાસ સ્થળ બનાવે છે.

વારાણસી ભારતની આધ્યાત્મિક નગરી છે. અહીં રામનગર કિલા મંદિર આવેલું છે. 18મી સદીમાં બનારસના મહારાજા દ્વારા આ મંદિર બાંધવામાં આવેલું છે.  

જમ્મુમાં એક ટેકરી પર આવેલું રઘુનાથ મંદિર ભગવાન રામને સમર્પિત પ્રાચીન મંદિર છે. જમ્મુ ફરવા આવતા લોકો આ મંદિરની મુલાકાતે પણ અચૂક આવે છે. અહીં આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે. 

ઐતિહાસિક શહેર ઓરછામાં સ્થિત રામ મંદિર ભવ્ય સ્થાપત્ય કલા અને કોતરણીનું ઉદાહરણ છે. બુંદેલા રાજપૂતોના શાસનકાળ દરમિયાન 16મી સદીમાં આ  મંદિર બંધાયેલું છે.

વિજયનગરમ નજીક સ્થિત રામતીર્થમ્ ભગવાન રામનું પ્રાચીન મંદિર છે. મંદિર 17મી સદી દરમિયાન બાંધવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.  

કાનપુરના મધ્યમાં આવેલ રામજી મંદિર એક પૌરાણિક મંદિર છે, જે શહેરના ઔદ્યોગિકીકરણની પૂર્વેનું છે. ભક્તો આ મંદિરમાં પ્રભુના આશીર્વાદ અને આધ્યાત્મિક શાંતિની શોધમાં આવે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link