Valentine Day Special: તમારા સાથી સાથે માણો ભારતના આ સૌથી સસ્તા અને રોમેન્ટિક સ્થળો પર વેલેન્ટાઈનની મજા

Sun, 07 Feb 2021-11:46 am,

જયપુર એ ભારતના રોમેન્ટિક શહેરોમાંનું એક હોઈ શકે પરંતુ જો તમે કોઈ શાહી મહેલમાં એક ગ્લાસ વાઇન માટે ચૂકવણી કરી રહ્યા હોય તો તમે તમારી મુસાફરીને અને એકબીજાની આંખોને માણવા કરતાં બિલ અંગે ફરિયાદ વધુ કરશો. બીજી બાજુ ઉદયપુરમાં તમે અનન્ય પુરાતત્વીય સ્થાપત્ય, ખાનગી રાત્રિભોજન, તળાવ કિનારે સૂર્યોદય કે સૂર્યાસ્ત, વિવિધ કિલ્લાઓમાં રાજવી ઠાઠ માણી શકો છો તે પણ એકદમ સસ્તા ભાવે તો બોલો આથી વધુ રોમેન્ટિક શું હોઈ શકે?    

તાજ હોટલની બાલ્કનીમાં બેસીને તમારા પાર્ટનર સાથે સંધ્યાકાળ નિહાળીને વેલેન્ટાઇન ડેની સફર માણવાનો ખર્ચ આપણને પરવડે તેવો નથી હોતો પરંતુ આટલા જ ખર્ચમાં તમે પૂણેના લોહાગ કિલ્લા પરથી સૂર્યને ઢળતો માણી શકો છે તે પણ એકદમ મફત.પુણેની ગિરિમાળા શેરીઓમાં રોમેન્ટિક વોકનો આનંદ લો અને પુણેની કેટલીક શ્રેષ્ઠ રેસ્ટોરન્ટ્સમાં જમવાનું માણો!

મહાબલિપુરમ તેની અનુભૂતિ અને અલાયદા આકર્ષણો સાથે ચેન્નાઇના ધમધમાટથી દૂર રહેવા માંગતા યુગલો માટે લાંબા સમયથી પસંદગીનું રોમેન્ટિક સ્થળ રહ્યું છે. આ ઉપરાંત ચેન્નાઇમાં ભાવ તુલનાત્મક રીતે વધારે છે. તો શા માટે ચેન્નાઈથી માત્ર થોડા કલાકો દૂર આવેલા મહાબલિપુરમ બીચ અને બોર્ડવોક સાથે રોમેન્ટિક વોક ના માણીએ એ પણ એકદમ ઓછો ખર્ચ કરીને!!

 

એલેપ્પી ઘણાં બધા લોકોમાટે વેકેશન સ્થળ બની ચૂક્યું છે પરંતુ આ જ કારણે ત્યાંના રીસોર્ટ અને હોટેલ વેલેન્ટાઈન ડે માટે ખૂબ જ મોંઘોં ચાર્જ વસૂલે છે. પરંતુ એલેપ્પીને બદલે તમે કુમારકોમ પસંદ કરીને એ જ બધી મજા તમને પોસાય તેવા ભાવમાં માણી શકો છો. હાઉસબોટ પરના સ્થળ માટે લોકોસાથે લડવાની જગ્યાએ વેમ્બાનાડ તળાવની નીચેની અંતરંગ બોટ ટ્રિપ્સનો આનંદ માણો.ત્યારબાદ તમે ત્યાં કોઈ શ્રેષ્ઠ રિસોર્ટમાં રોમેન્ટિક ડિનર ડેટ પણ માણી શકો છો.    

જેસલમેરમાં તારાઓવાળા આકાશની નીચે રાત વિતાવવી એ યુગલો માટે એક સરસ પસંદગી છે. પરંતું દુખની વાત એ છે કે આ વિસ્તારમાં નિયમિત પ્રવાસીઓના ટ્રાફિકને કારણે રીસોર્ટની કિંમતોમાં સતત વધારો થયો છે. તો આ વેલેન્ટાઈન ડે પર જેસલમેરના બદલે ખીમસાના ઓછા જાણીતા મનોહર ગામડાની પસંદગી કરો. મૈત્રીપૂર્ણ સ્થાનિકો અને રણ શિબિર પ્રાયવસી માણવા માગતા યુગલો માટે શ્રેષ્ઠ છે. શહેરથી દૂર ટેન્ટ હાઉસ અને રાત્રિના આકાશ બધાથી દૂર જવા માગતા દંપતી માટે ઉત્તમ સ્થળ છે.    

ગોવા ઘણા દાયકાઓથી લોકપ્રિય વેલેન્ટાઇન અને હનીમૂન સ્થળ તરીકે તેનું સ્થાન ધરાવે છે.પરંતુ આ ક્ષેત્રમાં પર્યટન વધ્યું હોવાથી કિંમતોમાં પણ વધારો થયો. ગોકરણા ખૂબ સસ્તું, શાંત અને સુંદર સ્થળ છે. તો આ વર્ષે ગોવાને ભૂલી ગોકરણાના રોક પુલમાં સ્નાન કરીને તમારી રોમેન્ટિક સફરમાં પસાર કરવાનું પસંદ કરો.  

બરફથી ઢંકાયેલ પર્વતોના અદભૂત દૃશ્યો તેમજ સસ્તું અને હૂંફાળું ઓલી વેલેન્ટાઇન ડે માટે પરવડે તેવા રોમેન્ટિક વેકેશન સ્થળ માટે એકદમ યોગ્ય છે.ફૂલોની સુંદર વેલી જેવી હાઈલાઈટ્સ શિયાળા દરમિયાન પણ વેલેન્ટાઇનની સફર માટે ઓલીને શ્રેષ્ઠ પસંદગી બનાવે છે. ઉપરાંત, આ સ્થળ તમને કયાંય પણ સિમલાથી કયાંય પણ ઉતરતું નહિં લાગે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link