PHOTOs: એકાંતમાં રૂપલલનાઓ સાથે ગ્રાહકો મનાવી રહ્યા હતા રંગરેલીયા! રૂમમાં આવી ગઈ સુરત પોલીસ, પછી....

Sat, 07 Dec 2024-4:35 pm,

વરાછા વિસ્તારમાં આવેલા ઘનશ્યામનગરમાં ધમધમતા કૂટણખાના પર વરાછા પોલીસે રેડ કરી હતી. પોલીસની આ રેડમાં 4 લલનાઓ, 4 ગ્રાહકો અને બે એજન્ટ સહિત કુલ 7 મળી આવ્યા હતાં. પોલીસે તમામને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વરાછા પોલીસે ઘનશ્યામનગરની શેર નંબર 20માં 242 નંબરના મકાનમાં ઉપરના માળે દરોડા પાડ્યા હતાં. બાતમીના આધારે વરાછા પોલીસ દ્વારા દેહ વેપારના ધંધા પર રેડ કરવામાં આવી હતી. જેમાં 4 લલના અને બે એજન્ટ સહિત કુલ 7 લોકો ઝડપાયા હતા.

આ ઘટનામાં પોલીસની કાર્યવાહી બાદ જાણવા મળ્યું હતું કે એજન્ટને તગડું કમિશન મળતું હતું. છેલ્લા બે મહિનાથી કૂટણખાનું ચાલતું હતું. કૂટણખાના માટે મકાન ભાડે આપનાર છગન ગઢિયાની પણ ધરપકડ કરાઈ છે.

પોલીસે રેડ કરી ત્યારે પાંચેક રૂમો મળી આવી હતી. જેમાં કઢંગી હાલતમાં 4 લલનાઓ અને 4 ગ્રાહકો મળી આવ્યા હતાં. સમગ્ર ગોરખધંધો એજન્ટ મારફતે ચલાવવામાં આવતો હતો. બે એજન્ટને પણ ઝડપી લેવામાં આવ્યાં છે. લલનાઓને મુક્ત કરાવવાની સાથે સાથે સમગ્ર કૂટણખાનું કેવી રીતે ચલાવવામાં આવતું હતું. તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે .

નોંધનીય છે કે, ઘનશ્યામનગર ઈન્ડ્સ્ટ્રીયલ વિસ્તાર થઈ ગયો છે. અહિં મોટી સંખ્યામાં એમ્બ્રોઈડરીના યુનિટ ધમધમી રહ્યાં છે. રેસિડન્ટની સાથે સાથે મોટી સંખ્યામાં ઈન્ડ્સ્ટ્રીયલ યુનિટ આવેલા છે. જેમાં બાતમીના આધારે આજે વરાછા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link