PHOTOS વિશાખાપટ્ટનમ `ગેસકાંડ`: અનેકના મોત, લોકો જ્યાં ત્યાં ઢળી પડ્યા, PM મોદીએ તાબડતોબ બોલાવી બેઠક

Thu, 07 May 2020-12:05 pm,

અચાનક થયેલા ગેસ લીકેજના કારણે ચારે બાજુ અફરાતફરી મચી ગઈ. લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતા લોકો રસ્તા પર જ્યાં ત્યાં બેહોશ બનીને પડ્યા હતાં. બીમાર લોકોને ઉઠાવીને હોસ્પિટલ લઈ જવાયા. વૃદ્ધો અને બાળકોની હાલત ખુબ ખરાબ છે. 

કેટલાક લોકો તો બેહોશ થઈને નાળામાં પણ પડ્યા હતાં. પોલીસે લોકોને ઘરમાંથી બહાર નીકળીને સુરક્ષિત જગ્યા પર જવાની અપીલ પણ કરી છે. 

ગેસ લીકેજના કારણે લોકોની હાલાત ખુબ ખરાબ થઈ ગઈ. જ્યાં હતાં ત્યા જ ઢળી પડ્યાં, કેટલાક લોકો  ઘરની બહાર નીકળીને ઢળી પડ્યા હતાં. 

અત્રે જણાવવાનું કે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં એલજી પોલિમર્સ ઈન્ડસ્ટ્રીમાં કેમિકલ ગેસ લીકેજ થવાના કારણે 6 લોકોના દર્દનાક મોત થયા છે. મૃતકોમાં એક બાળક પણ સામેલ છે. આ ઘટના વિશાખાપટ્ટનમના આરઆર વેંકટપુરમ ગામની છે. 

 

वहीं 100 लोगों की हालत गंभीर बताई जा रही है. इसके अलावा कुल 1000 से भी ज्यादा लोगों को हॉस्पिटल में भर्ती किया गया है.

100 જેટલા લોકોની હાલાત ગંભીર હોવાનું કહેવાય છે. આ ઉપરાંત 1000થી વધુ લોકો હોસ્પિટલમા દાખલ છે. 

ઝેરી ગેસ લીક થતા પ્લાન્ટની આસપાસનો 3 કિમીનો વિસ્તાર પ્રભાવિત થયો છે. સુરક્ષા કારણોસર 5 જેટલા ગામડાઓ ખાલી કરાવાયા છે. 

ઘટના સ્થળે એડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓ પણ કામે લાગી છે. અત્રે જણાવવાનું કે એલજી પોલિમર્સ ઈન્ડસ્ટ્રીની સ્થાપના 1961માં થઈ હિન્દુસ્તાન પોલિમર્સ તરીકે થઈ હતી. કંપની પોલિસ્ટાઈરેને અને તેના કો-પોલિમર્સનું નિર્માણ કરે છે. 1978માં યુપી ગ્રુપના મેક્ડોવેલ એન્ડ કંપની લિમિટેડમાં હિન્દુસ્તાન પોલિમર્સનો વિલય થયો હતો અને ત્યાર બાદ તે એલજી પોલિમર્સ ઈન્ડસ્ટ્રી થઈ . ગેસ લીકેજ બાદ લોકોને આંખોમાં બળતરા થતા હોસ્પિટલ ખસેડાયા. 

હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોમાં 20 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. જેમાં મોટાભાગના વૃદ્ધ લોકો અને બાળકો છે. વિશાખાપટ્ટનમ નગર નિગમના કમિશનર શ્રીજના ગુમ્મલ્લાએ જણાવ્યું કે પ્રાથમિક તપાસ મુજબ પીવીસી કે સ્ટાઈરિન ગેસ લીકેજ થયો છે. ગેસ લીકેજની શરૂઆત વહેલી સવારે 2.30 વાગ્યાની આસપાસ થઈ જેની ઝપેટમાં આસપાસના અનેક લોકો આવ્યાં અને કેટલાક બેહોશ થઈ ગયાં. કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.જો કે ગેસ લીકેજ કયા કારણસર થયો તે હજુ જાણી શકાયું નથી. વિશાખાપટ્ટનમના જિલ્લાધિકારી વી વિનય ચંદ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને હાલાત પર નજર રાખી રહ્યાં છે. તેમનું કહેવું છે કે બે કલાકની અંદર સ્થિતિ નિયંત્રણમાં લેવાઈ છે. કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી તેમને ઓક્સીજન સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. 

ફેક્ટરીમાં ગેસ લીકેજ ઘટના બાદ કેન્દ્ર સરકાર હરકતમાં આવી ગઈ છે. પીએમ મોદીએ આ ગેસ લીકેજને લઈને એનડીએમએ સાથે બેઠક યોજી છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે. પીએમ મોદીએ આ અકસ્માત અંગે ગૃહ મંત્રાલય અને એનડીએમએ અધિકારીઓ સાથે વાત પણ કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે તેઓ આ ઘટના પર નજર રાખી રહ્યાં છે તેમણે આ અકસ્માતમાં લોકોની સુરક્ષા અંગે કામના કરી છે.

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ પણ ઘટનાની જાણકારી લીધી છે. તેમણે ડીએમને પ્રભાવિત લોકોની યોગ્ય સારવાર થાય તે માટે નિર્દેશ આપ્યા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link