ઘરે લાવો ખુશીઓ, ના કે પરેશાની! જાણી લો ભારતમાં કઇ નસલના ડોગ્સને પાળવા પર છે પ્રતિબંધ
આંકડા મુજબ ભારતમાં કૂતરા કરડવાના 40% કેસ માટે પિટ બુલ્સ જવાબદાર છે. તેમના આક્રમક સ્વભાવને કારણે ભારત અને અન્ય ઘણા દેશોમાં તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ મોટા અને મજબૂત કૂતરા હોય છે, જે ઘણીવાર માસ્ટિફ જાતિના નજીકના સંબંધીઓ તરીકે ગણવામાં આવે છે. જો કે તેઓ સ્વભાવે ખુશ હોય છે, પરંતુ તેમના કદ અને શક્તિને ધ્યાનમાં રાખીને તેમને ભારતમાં ઉછેરવાની પણ મંજૂરી નથી.
જેમ કે નામથી જ ખબર પડે છે, વુલ્ફ ડોગમાં વરુ અને કૂતરા બંનેના લક્ષણો મળી આવે છે. આ જ કારણ છે કે તેમને ઘરે ઉછેરવા મુશ્કેલ અને જોખમી બની શકે છે. તેઓ કદમાં મોટા અને શક્તિશાળી છે, અને કોઈ તેમના સ્વભાવને પહેલાંથી કોઇ જાણી શકતું નથી.
ડોગો આર્જેન્ટિનોને શરૂઆતમાં ખતરનાક રમત અને પ્રાણીઓના શિકાર માટે ઉછેરવામાં આવતો હતો. તેના આક્રમક સ્વભાવને કારણે ભારતમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ એક કૂતરો છે જેનું વજન 90 કિલો સુધી પહોંચી શકે છે. તેઓ આક્રમક હોઈ શકે છે અને તેથી બાળકો અને પુખ્ત વયના લોકો માટે જોખમી બની શકે છે.
કેન કોર્સોનું નામ વિશ્વના સૌથી ખતરનાક અને જીવલેણ કૂતરાઓમાં લેવાય છે. તેઓ અત્યંત શક્તિશાળી અને આક્રમક છે, તેથી ભારત સહિત ઘણા દેશોમાં તેમને રાખવા પર પ્રતિબંધ છે.
ટોસા ઇનુ જેને ફાઇટર ડોગ માનવામાં આવે છે, તે ખૂબ મોટા અને ભારે કૂતરાઓ છે, જેનું વજન 58 થી 90 કિલોગ્રામની વચ્ચે હોઈ શકે છે. તેમના આક્રમક સ્વભાવને કારણે તેમને ભારતમાં ઉછેરવા પર પ્રતિબંધ છે.
અત્યંત એથ્લેટિક ફિલા બ્રાઝિલીરોને પણ ભારતમાં ઉછેરવાની મંજૂરી નથી. તેઓ સ્વભાવથી આક્રમક અને લાલચી હોય છે, જે તેમને પાળતુ પ્રાણી તરીકે ખતરનાક બનાવે છે.