ઓગસ્ટમાં ગુજરાત પર આવશે મોટું સંકટ; ગુજરાતીઓ સાવધાન થઈ જજો, અંબાલાલ પટેલની ઘાતક આગાહી

Sun, 30 Jul 2023-4:36 pm,

ઓગસ્ટમાં 3 અને 4 ઓગસ્ટના રોજ ભારે પવન ફૂંકાઈ શકે છે અને 8મી ઓગસ્ટથી વરસાદનું જોર વધી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 8મી ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સમય દરમિયાન સાબરમતી, નર્મદા અને તાપી સહિતની અનેક નદીઓના જળસ્તરમાં વધારો થઈ શકે છે.

ઓગસ્ટ મહિનામાં 12 અને 13ના રોજ તેમજ 16 અને 17 ઓગસ્ટના રોજ વરસાદ પડી શકે છે. 17 ઓગસ્ટ પછી મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો એ પાણી કૃષિ પાક માટે સારું માનવામાં આવે છે. ૨૩ ઓગસ્ટ પછી પણ વરસાદનું જોર રહી શકે છે તો ૨૭થી ૩૦ ઓગસ્ટ વચ્ચે પણ વરસાદનો રાઉન્ડ આવી શકે છે.   

એકંદરે, ઓગસ્ટ મહિનામાં ૮ ઓગસ્ટ ભારે માનવામાં આવી રહી છે અને આ દિવસે મેઘરાજા ધડબડાટી બોલાવી શકે છે. જેના કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. અનેક નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી શકે છે અને ખેડૂતો માટે ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં જુલાઈ મહિનો અંત તરફ આગળ વધી રહ્યો છે અને 29થી 31મી સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલથી મેઘરાજાએ મધ્ય ગુજરાતને ઘમરોળ્યું છે તો દક્ષિણ ગુજરાતમાં પણ ધડબડાટી બોલાવી છે. રાજ્યમાં હાલની સ્થિતિએ સરેરાશ 85 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને નદી, નાળાં પણ છલકાઈ ગયાં છે. હજુ પણ મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link