અમદાવાદમાં યોજાયેલા ફ્લાવર શોના બીજા રવિવારે કેવો હતો નજારો? ચિક્કાર ભીડ, પગ મુકવાની પણ જગ્યા નહીં...

Mon, 09 Jan 2023-3:23 pm,

રવિવારના દિવસે અમદાવાદીઓ મોટી સંખ્યમાં ફ્લાવર શો જોવા માટે પહોંચ્યા હતા. રિવરફ્રન્ટના રસ્તા ઉપર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો, રિવરફ્રન્ટ પર દોઢથી બે કિલો મીટર સુધી ટ્રાફિક જામ થયો હતો,જેના કારણે લોકોને કલાકો સુધી ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. જેને લઈ લોકોએ સોશિયલ મીડિયા પર તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

ફ્લાવર શોમાં એટલી ભીડ હતી કે અંતે પોલીસ દ્વારા હરિહરાનંદ આશ્રમથી સરદારબ્રિજ સુધી રીવરફ્રન્ટનો રસ્તો સાંજના સમયે ભારે ટ્રાફિકના કારણે બંધ કરવાની ફરજ પડી હતી.રસ્તો વાહન વ્યવહાર માટે થોડા સમય માટે સંપૂર્ણ બંધ કરી દેવાતા લોકો પગપાળા ફલાવરશોમા પહોંચ્યા હતા.

શનિવાર 31 ડિસેમ્બરથી શરૂ થયેલો ફ્લાવર શોમાં રંગબેરંગી ફૂલો ઉપરાંત ઓર્ગેનિક શાકભાજીનું પ્રદર્શન કરાઈ રહ્યું છે, આ શો 11મી જાન્યુઆરી સુધી ચાલવાનો છે. જુદી-જુદી સાઈઝના ફલાવર ટાવર,મહેંદીમાંથી બનાવેલી ઓલિમ્પિક રમતોના સ્કલ્પચરની સાથે બસો ફુટ લાંબી ગ્રીન વોલ,ફલાવર લવ ગેટ, ફલાવર ફોલ પોટ, ફલાવર ટ્રી તેમજ અલગ અલગ રંગના ફલાવર રોલના સ્કલ્પચર,બોલના કારણે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link