એક બકરાનું વજન છે 220 કિલો અને કિંમત જાણીને નાખશો મોઢામાં આંગળા...!
તસવીરમાં જે દેખાઈ રહ્યો છે તે કોઈ સામાન્ય બકરો નથી. તેનું વજન 220 કિલો છે અને કિંમત રૂ.8 લાખ છે. આ બકરો 'ગુજરી' જાતિનો છે, જે માત્ર રાજસ્થાનમાં જ જોવા મળે છે.
બકરા સામાન્ય રીતે લીલોતરી વધારે ખાતા હોય છે અને સાથે જ ચણાદાળ, ચણા જેવું કઠોળ ખાતા હોય છે. જોકે, આ વિશેષ બકરાનો ખોરાક પણ વિશેષ છે. તે લીલું ઘાસ ખાતો નથી, પરંતુ કાજુ, બદામ, દ્રાક્ષ, અખરોટ વગેરે ખાય છે.
આ બકરાના માલિક કહે છે કે, તેમના બકરાને જોઈને સૌ કોઈ મોઢામાં આંગળા નાખી જાય છે. તેમણે તેને ઉછેરવા પાછળ ખૂબ મહેનત કરી છે. જેના કારણે આજે તેની આટલી કિંમત બોલાય છે. તેમણે કહ્યું કે, આ બકરો ભારતના કેટલાક વિશેષ બકરાઓમાંનો એક છે. તેમનો આ બકરો કાજુ-બદામ સિવાય બીજું કશું ખાતો જ નથી.
વિશેષ જાતિના આ બકરાના ઉછેર માટે પણ ખાસ ધ્યાન રાખવાનું હોય છે. તેના ઉછેર માટે આ જાતિના નિષ્ણાત એવા અનવર મિર્ઝા પાસેથી તેના માલિક સમયાંતરે સલાહ-સુચન લેતા રહે છે.