રિયલ લાઈફનો આ છે રિકી બહલ, એક નહીં પરંતુ 50થી વધુ યુવતી સાથે બાંધ્યો સંબધ અને પછી...

Mon, 18 Jan 2021-4:52 pm,

સમગ્ર વિશ્વમાં આજે ઓનલાઇન કામ શરૂ થઈ ગયા છે. ત્યારે હવે યુવતીઓ પણ પોતાના મનનો મણીયાર શોધવા ઓનલાઇન પદ્ધતિ અપનાવી રહી છે. યુવતીઓ પોતાના ભાવિ પતિની આવક લાખોમાં હોય પોતે ફાકડું અંગ્રેજી બોલતો હોય અને પોતાની સ્ટાઈલથી ભલભલાને અંજાવી દે તેવો આગ્રહ રાખે છે. આ બધી વાતની જાણ કેટલાક ભેજાબાજ રોમિયોને પણ હોય છે અને તેઓ રૂપસુંદર યુવતીઓને ફસાવવા પોતાની ફેક પ્રોફાઈલ મેટ્રોમોનિયલ સાઇટ પર મૂકે છે.

આવા એક ભેજાબાજ રોમિયો સમગ્ર દેશમાંથી એક બે નહિ પણ 50 યુવતીઓને ફસાવી તેમનો પહેલા આર્થિક ફાયદો ઉઠાવતો અને બાદમાં શારીરિક ફાયદો ઉઠાવી પોતાના મોબાઈલમાં ફોટા અને વીડિયો સેવ કરી લેતો હતો અને ત્યાર બાદ શહેર છોડીને ફરાર થઈ જતો હતો અને બીજા શહેરમાં પોહચી જતો હતો. અમદાવાદ સાયબર ક્રાઇમે આવા જ એક ભેજાબાજ રોમિયોને પકડીને તેને સામે કાર્યવાહી શરુ કરી છે.

અમદાવાદ સાયબર ક્રાઇમસેલને માહિતી મળી હતી કે અમદાવાદની એક 28 વર્ષીય યુવતીએ મેટ્રોમોનિયલ સાઇટ પર યુવકની પ્રોફાઈલ ચેક કરી હતી અને યુવકે પોતે ગૂગલ કંપનીમાં એચ આર મેનેજર છે અને વાર્ષિક 40 લાખ રૂપિયા પગાર છે. જેથી યુવતી તેં પ્રોફાઇલમાં ફસાઈ અને તેની સાથે સંપર્ક કર્યો હતો. યુવકે પોતાની મોડ્સ ઓપરેન્ડી પ્રમાણે તેની સાથે મોટી મોટી વાતો કરી જેથી યુવતી તેના કારસામાં ફસાઈ ગઈ હતી. ત્યાર બાદ યુવકે યુવતી સાથે શારીરિક સબંધ બનાવ્યા અને આખરે તેના રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો.

ત્યારે જે યુવતી સાથે શારીરિક સબંધ બાંધતો તેના ફોટા અને વીડિયો પોતાના મોબાઈલમાં સેવ કરી લેતો હતો. આ બધું જાણ થયા બાદ યુવતીએ પોલીસને આ વાતની જાણ કરીને પોતાના વતનમાં જતી રહી હતી. પરંતુ સાયબર ક્રાઇમ સેલે આ રેકેટને જાણવા માટે સપ્ટેબર મહિનાથી આ ભેજાબાજ રોમિયો યુવકની શોધ કરતી હતી. પણ તે કપડાંની જેમ યુવતીને બદલી નાખતો હતો અને દરેક યુવતીએ એક નવું સીમકાર્ડ બદલતો હતો. આખરે આ શખ્સની ચોક્કસ બાતમી સાયબર ક્રાઇમ બ્રાંચેને મળી હતી. જેના આધારે પોલીસે તેને ઝડપી લીધો છે.

ચોંકાવનારી બાબત એવી છે કે યુવકની પોલીસ કડક પૂછપરછ કરી રહી હતી. ત્યારે પણ તેને છેક સુધી પોલીસને પોતાનું ખોટું નામ જ કહેતો રહ્યો હતો. પરતું ડોક્યુમેન્ટના આધારે આ યુવકનું નામ સંદીપ સંભુનાથ મિશ્રા હોવાનું સામે આવ્યું. સંદીપ મિશ્રાની તપાસ દરમિયાન અનેક બાબતો સામે આવી છે.

સંદીપ પોતે 10 ધોરણ પાસ છે અને અત્યાર સુધી 50 જેટલી યુવતીઓને અલગ અલગ વાતો કરીને શારીરિક શોષણ કર્યું છે અને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા છે. સાથે સાથે દરેક એક અલગ-અલગ વ્યક્તિ સાથે એક નવી ઓળખ અને નવા નામથી મળતો હતો. અન્ય રાજ્યોમાં ભોગ બનેલી યુવતીઓનો પોલીસ સંપર્ક કરી રહી છે પરંતુ તેઓ ખુલીને સામે આવી રહી નથી.

આરોપી કોઈ પણ લોકોના ફોટો મેળવી તેને એડિટ કરી પોતાનો ફોટો મૂકી પરિવારજનો હોવાનું કહી આ ફોટો જે તે યુવતીઓને પણ બતાવતો. આરોપીને તેની પત્ની સાથે છૂટાછેડા થયા બાદ તેણે અનેક યુવતીઓની જિંદગી સાથે આ રમત રમી હતી. આરોપીના 10 જેટલા ડમી ઇમેઇલ એકાઉન્ટ પણ પોલીસને હાથ લાગતા તે બાબતે પણ પોલીસ તપાસ શરુ કરી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link