અમદાવાદમાં સુપરહિટ ફિલ્મ દૃશ્યમ જેવી હત્યાની કહાણી! માતા-પુત્રનો ખોફનાક કિસ્સો

Fri, 07 Jun 2024-7:37 pm,

સાણંદના Dysp નીલમ ગોસ્વામીએ ઝી 24 કલાક સાથે વાત કરતા શું જણાવ્યું હતું. આ મર્ડર મિસ્ટ્રી બાબતે ગઈ તારીખ 21મી મેના રોજ પ્રભુરામ ઠાકોર ભાભર ખાતે પોતાના ઘરે થી નીકળે છે અને ત્યારબાદ ઘરે પરત ફરતા નથી. ત્યારે  21મી મેના રોજ પ્રભુરામ ઠાકોરને બસ સ્ટેન્ડ પર લક્ષ્મી બા વાઘેલા સાથે અમદાવાદની બસમાં અમદાવાદના બોપલ ખાતે લક્ષ્મી બા વાઘેલાના પુત્ર અર્જુનસિંહ વાઘેલાના ઘરે બંને આવે છે. 

પ્રભુરામ ઠાકોર લક્ષ્મી બા વાઘેલા અર્જુનસિંહ વાઘેલાના ઘરે 21મીના આખો દિવસ રોકાય છે અને રાત્રી રોકાણ કરે છે ત્યારે અર્જુનસિંહ વાઘેલા 22મી મેના રોજ વહેલી સવારે પ્રભુરામ ઠાકોરને કુદરતી હાજત માટે જવાનું કહીને બહાર લઇ જાય છે, જ્યા અર્જુનસિંહ વાઘેલા પ્રભુરામ ઠાકોરના માથાના ભાગે ધારિયું મારી હત્યા કરી નાખે છે અને અવાવરું જગ્યા પર લાકડા એકઠા કરીને મૃતદેહને સળગાવી પણ દે છે. પ્રભુરામ ઠાકોરનો મોબાઈલ પોતે રાખીને ઘર નજીક છુપાવી દે છે અને ઘરે પરત આવી જાય છે. રાબેતા મુજબ પોતાનું જીવન જીવવા લાગે છે અને માતા લક્ષ્મી બા વાઘેલા પણ ભાભર પાર્ટ પોતાના ઘરે જતા રહે છે. 

પ્રભુરામ ઠાકોર ચાર દિવસ સુધી ઘરે પરત ન આવતાં પરિવારે ગઈ તારીખ 25મી મેના રોજ ભાભર પોલીસ સ્ટેશનમાં પ્રભુરામ ઠાકોર ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ભાભર પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ શરુ કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે કે લક્ષ્મી બા વાઘેલા સાથે 21મી મેના સવારે ભાભર બસ સ્ટેન્ડ ખાતેથી અમદાવાદની બસમાં બેસતા જોયા હતા. ભાભર પોલીસે લક્ષ્મી બા વાઘેલા પૂછપરછ માટે પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યા હતા. 

આ વાતની જાણ પુત્ર અર્જુનસિંહ વાઘેલાને થઇ હતી ત્યારે આ દરમિયાન ભાભર પોલીસે બોપલ પોલીસનો સંપર્ક કરે એ દરમિયાન અમદાવાદ જિલ્લા પોલીસના બોપલ પોલીસ સ્ટેશન ખાતે અર્જુન સિંહ વાઘેલા બોપલ પોલીસ સ્ટેશન ખાતે આવીને પ્રભુરામ ઠાકોરની હત્યા કર્યાની કબૂલાત કરી લે છે. બોપલ પોલીસ હત્યાની તપાસમાં લાગી જાય છે. જેમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. 

બોપલ પોલીસે અર્જુનસિંહની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું હતું કે મૃતક પ્રભુરામ ઠાકોરને તેની માતા લક્ષ્મી બા વાઘેલા સાથે છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતા. જે તેને પસંદ ન હતું. જેથી તેને તેની માતાને વાત કરી હતી. ત્યારે માતાએ કહ્યું હતું કે મૃતક સબંધ નથી મૂકી રહ્યો જેથી બંનેએ નક્કી કર્યું હતું કે મૃતક પ્રભુરામ ઠાકોરને અમદાવાદના બોપલ ખાતે અર્જુનસિંહ વાઘેલાના ઘરે બોલવામાં આવે ત્યારબાદ તેની હત્યા નાખવામાં આવે. 

આ કાવતરા મુજબ પ્રભુરામ ઠાકોરને લક્ષ્મી બા વાઘેલા ભાભરથી લઇને આવે છે અને હત્યા કરી નાખે છે. હત્યા કર્યા બાદ માતા અને પુત્રએ પુરાવાના પણ નાશ કર્યો હતો. જેમાં પ્રભુરામ ઠાકોરનો મૃતદેહ સળગાવી નાખી હાડકાને કેનાલમાં ફેંકી દીધા હતા. મૃતકના મોબાઈલનું લોકેશન અલગ અલગ સ્થળ પર આવે એ માટે ફોનને ચાલુ ટ્રેનમાં અર્જુન સિંહ મૂકી દે છે.

બોપલ પોલીસે માતા અને પુત્રની હત્યાના કેસમાં ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. જેમાં જાણવા મળ્યું છે કે આરોપી અર્જુનસિંહ વાઘેલા માટે 10 ધોરણ જ પાસ છે અને આ પ્રકાર ની હત્યા કરવાની પ્રેરણા ફિલ્મ કે ટીવી માધ્યમથી મેળવી છે. બોપલ પોલીસે મૃતકના હાડકા ભેગા કરી મૃતકના પરિવાર સાથે DNA મેચ કરવા તજવીજ હાથ ધરી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link