માણસોની એક ભૂલથી એલિયન્સ નારાજ, 2022 માં દુનિયાને તબાહ કરવાનું કરી રહ્યા છે પ્લાનિંગ!
એક રિસર્ચના સંશોધકોના મતે સ્પેસ ઈન્ડસ્ટ્રીને ભવિષ્યમાં ભારે નુકસાન થવાની સંભાવના છે. આ પૃથ્વી પર રહેતા જીવો માટે હાનિકારક હોઈ શકે છે. આ રિસર્ચ આંતરરાષ્ટ્રીય જર્નલ, બાયોસાયન્સમાં પ્રકાશિત થયો છે.
વિશ્વભરની સ્પેસ એજન્સીઓ એલિયન્સ (Aliens) ને શોધી રહી છે. એક નવા સ્ટડી અનુસાર સ્પેસ એક્સપ્લોરેશન (Space Exploration) માં વધારાને કારણે પૃથ્વી પર એલિયન્સની ઘૂસણખોરી થઈ શકે છે. વૈજ્ઞાનિકો દાવો કરી રહ્યા છે કે માનવ સ્પેસક્રાફ્ટ અજાણતા બીજા ગ્રહ પરથી એલિયન જીવોને તેમની સાથે પૃથ્વી પર પાછા લાવી શકે છે.
આ થ્યોરી માનવતાના ઇતિહાસ પર આધારિત છે, કારણ કે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકીએ છે. મનુષ્યોના કારણે પૃથ્વીના ઘણા ભાગોમાં એવા પ્રાણીઓનું આગમન થયું, જેણે ત્યાંની મૂળ જાતિઓનો નાશ કર્યો. આનું એક ઉદાહરણ છે સ્ટિંક બગ, જે પૂર્વ એશિયામાંથી શિપિંગ ક્રેટ પર બેસીને અમેરિકા સુધી પહોંચ્યું હતું.
નવા સ્ટડીથી ખબર પડે છે કે એલિયન પ્રજાતિઓ સાથે પણ આવું થઈ શકે છે અથવા મનુષ્ય પૃથ્વીના જીવો દ્વારા અન્ય ગ્રહોને પણ પ્રદૂષિત કરી શકે છે. સંશોધકોએ પોતાના આર્ટિકલમાં લખ્યું છે કે, સ્પેસ એક્સપ્લોરેશન અને કોમર્શિયલ ઉપયોગ માટેની યોજના ઝડપથી વિસ્તરી રહી છે. આવી સ્થિતિમાં, આપણે બાયો સિક્યોરિટી ઉપાય અને જોખમ મૂલ્યાંકનમાં સુધારો કરવો પડશે.
અગાઉ એક રિપોર્ટમાં એલિયન્સ (Aliens) વિશે ભવિષ્યવાણી કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે એલિયન્સ મે 2022માં પૃથ્વીની નજીક આવશે અને આ દરમિયાન તેઓ અમેરિકા સાથે 'ઇન્ટર-ડાયમેન્શનલ વોર' કરશે. રિપોર્ટ અનુસાર, પહેલીવાર એલિયન્સ 24 મે, 2022ના રોજ પૃથ્વી પર પગ મૂકશે અને કંઈક ભયાનક થશે.