શાબાસ સુરતીઓ! રક્ષાબંધનના પર્વ પર ખાસ રાખડી તૈયાર કરવામાં આવી, જે 100 વર્ષથી વધુ ચાલશે

Fri, 04 Aug 2023-6:42 pm,

રક્ષાબંધનના પર્વ પર બહેનો ભાઈ માટે સૌથી અનોખી રાખડી પસંદ કરતી હોય છે. આ વખતે સુરતમાં ખાસ રાખડી બનાવવામાં આવી છે. આર્ટિસ્ટ આયુષી દેસાઈએ ખાસ કસ્ટમાઇઝ રાખડી તૈયાર કરી છે આ કસ્ટમાઈઝ રાખડીની ખાસિયત છે કે આ રાખડી ની અંદર રુદ્રાક્ષ મોર પંખ ભસ્મ, ચંદન, ધાન્ય મોરપંખ તુલસી અનેક એવી વસ્તુઓ છે જે પૂજા સામગ્રીમાં વાપરવામાં આવતી હોય છે. જોવામાં ખૂબ જ સુંદર લાગે છે અને અન્ય રાખડીઓ કરતા એની ખાસિયત આ પણ છે કે રક્ષાબંધન પછી ભાઈ આ ખાસ રાખડીને પેન્ડલ, બ્રેસલેટ અથવા તો કિચન તરીકે પણ વાપરી શકે છે.

આર્ટિસ્ટ આયુષી દેસાઈએ જણાવ્યું હતું, કસ્ટમાઈઝ રાખડીઓ તૈયાર કરવામાં આવી છે જેની પાછળનું કારણ છે કે બહેન દર વર્ષે પોતાના ભાઈને કંઈક અનોખી રાખડી બાંધવા ઈચ્છે છે. ખાસ કેમિકલ ની અંદર આ પૂજાની જે તમામ સામગ્રીઓ છે તે ડિઝાઇન મુજબ અને ઓર્ડર મુજબ મૂકવામાં આવે છે અને એક રાખડી બનાવવામાં બે થી ત્રણ દિવસ લાગે છે ઓર્ડર પ્રમાણે જો કોઈને રુદ્રાક્ષ અને ચોખાની અથવા તો અન્ય કહી શકાય તેવા મોર પંખ અથવા તો તુલસીની રાખડી જોઈએ તો તે જ પ્રમાણે અમે રાખડી બનાવી રહ્યા છે. 

સૌથી અગત્યની વાત છે એ છે કે આ રાખડી વર્ષો સુધી ચાલે છે જેનો ઉપયોગ અન્ય વસ્તુ તરીકે પણ ભાઈ કરી શકે છે જે યાદગાર રહેશે.તેઓએ વધુમા જણાવ્યુ હતુ કે, આ રાખડી ની અંદર ગોલ્ડ પરત થી ડિઝાઇન પણ કરવામાં આવી છે જે તેને સાઈન આપે છે કારણ કે હિન્દુ ધર્મમાં સોનાને પણ પવિત્ર ગણવામાં આવે છે અને પવિત્ર તહેવારમાં તેનું મિશ્રણ થાય તો રાખડી તમામ રીતે વધુ સુંદર લાગવા લાગે છે. રાખડી ની કિંમત 70 થી સો રૂપિયા છે.

ભારત દેશના અન્ય રાજ્યો સહિત ખાસ કરીને જે ઓસ્ટ્રેલિયા અને અમેરિકા ગુજરાતીઓ રહે છે અથવા તો જ્યાં સ્ટોર છે ત્યાં હું ઓર્ડર પ્રમાણે તેમને આ રાખડી મોકલું છું કુરિયર થકી તેમને આ રાખડી મોકલવામાં આવતી હોય છે. ભાઈના લકી નંબર આધારે રાખડીમાં રુદ્રાક્ષ પણ લગાડવામાં આવે છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link