Photos: એક ટિકિટનો ભાવ 37 લાખ રૂપિયા! જુઓ ભારતની આ સૌથી વૈભવી ટ્રેન

Fri, 25 Jun 2021-11:06 pm,

મહારાજા એક્સપ્રેસ દિલ્હીથી આગરા, વારાણસી, જયપુર, રણથંભોર અને મુંબઇ વચ્ચે યાત્રા કરે છે. મહારાજા એક્સપ્રેસની લોકપ્રિયતાનો અંદાજ તમે આ રીતે લગાવી શકો છો કે, તે વર્લ્ડ ટ્રાવેલ એવોર્ડ્સના 2012 થી 2018 સુધી વર્લ્ડની ટોપ વૈભવી ટ્રેનના એવોર્ડ મેળવ્યા છે. આ ટ્રેનમાં એક લોન્જ બાર, બે રેસ્ટોરન્ટ્સ, સફારી બાર, લાયબ્રેરી જેવી સુવિધા છે. આ ટ્રેનનું 6 રાત અને 7 દિવસના ડિલક્સ કેબિનનું ભાડુ 8 લાખ 94 હજાર રૂપિયા છે. ત્યારે પ્રેસિડેન્સિયલ સ્યુટની કિંમત 37 લાખ 93 હજાર રૂપિયા છે. જો કે, 4 દિવસ અને 3 રાત માટે ડિલક્સ કેબિનનું ભાડુ 5 લાખ 41 હજાર અને પ્રેસિડેન્સિયલ સુઈટનું ભાડુ 20 લાખ 64 હજાર રૂપિયા છે.

ગોલ્ડન શેરિઅટ દ્વારા બેંગ્લોરથી હંપી, ગોવા અને મૈસુર જેવી જગ્યાઓ પર યાત્રા કરી શકો છો. આ ટ્રેનમાં સ્પા, જીમ અને રેસ્ટોરન્ટ્સ જેવી સુવીધાઓ પણ છે. આ વૈભવી ટ્રેનમાં લક્ઝ્યુરિયસ કેબિન અને ડિલક્સ કેબિન ડબલની પણ સુવિધા છે. ગોલ્ડન શેરિઅટમાં 6 રાત અને 7 દિવસનો ખર્ચ 5 લાખ 88 હજાર રૂપિયા છે. જ્યારે 3 રાત અને 4 દિવસનો ખર્ચ 3 લાખ 36 હજાર રૂપિયા છે.

પેલેસ ઓન વ્હીલસ નામની આ વૈભવી ટ્રેન દિલ્હીથી ગુજરાત થઈ રાજસ્થાનના રણ વિસ્તારમાંથી પસાર થયા છે. આ ટ્રેનમાં 39 ડિલક્સ કેબિન છે અને 2 સુપર ડિલક્સ કેબિન છે. તેમાં બે રેસ્ટોરન્ટ્સ બાર છે. સાથે આયુર્વેદિક સ્પાની પણ સુવિધા છે. આ ટ્રેનમાં 7 રાત ડિલક્સ કેબિનનો ખર્ચ 5 લાખ 23 હજાર રૂપિયા છે. ત્યારે 7 નાઈટ સુપર ડિલક્સ કેબિનનો ખર્ચ 9 લાખ 45 હજાર રૂપિયા છે.

બુદ્ધા એક્સપ્રેસ દ્વારા મધ્ય પ્રદેશ અને બિહારના સુંદર ટૂરિસ્ટ લોકેશન્સ માણી શકાય છે. આમાં બોધ ગયા, રાજગીર અને નાલંદા જેવા સ્થાનો શામેલ છે. આ ટ્રેનના દરેક કોચમાં પ્રાઈવેટ સિક્યોરિટી ગાર્ડ્સ હોય છે અને તેમાં સિસિટીવી કેમેરા પણ છે. આ ઉપરાંત એક નાની લાઈબ્રેરી, રેસ્ટોરન્ટ્સ અને લેગ મસાજ જેવી સુવિધાઓ પણ છે. આ ટ્રેનામાં એક રાતનું ભાડું 12 હજાર ત્યારે 7 રાતનું ભાડુ 86 હજાર રૂપિયા છે.

ડેક્કન ઓડિસી દ્વારા મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત જેવી જગ્યાઓની યાત્રા કરી શકાય છે. આ ટ્રેન તેના રોયલ બ્લૂ કલરના કારણે પણ ચર્ચામાં છે. આ વૈભવી ટ્રેનમાં બાર, લોન્જ, સ્પા અને કોન્ફ્રન્સ રૂમ જેવી પણ સુવિધાઓ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link