વેસ્ટમાંથી બેસ્ટ: અમદાવાદમાં રમાયેલા વર્લ્ડકપની ફાઇનલ મેચ બાદ શહેરને મળ્યું એક નવીન મટીરીયલ

Sat, 16 Dec 2023-7:52 pm,

અમદાવાદમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો અનોખો પ્રયાસ કરાયો છે. અમદાવાદમાં રમાયેલી ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મેચ બાદ શહેરને એક નવીન મટીરીયલ મળ્યું છે. પ્લાસ્ટિક મટિરિયલથી પર્યાવરણને થતું નુકશાન અટકાવવાનો વધુ એક શ્રેષ્ઠ વિકલ્પ મળ્યો છે. ફાઇનલ મેચના દિવસે સ્ટેડિયમની બહાર અને અંદર મળી 1 હજાર કિલોથી વધુ પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર થયો હતો. જેને પ્રોસેસ કરીને 10 બાંકડા અને 500 જેકેટ બનાવવામાં આવ્યા છે.

AMCના સોલિક મેનેજમેન્ટના કર્મચારીઓએ પ્લાસ્ટિક વેસ્ટ એકઠો કર્યો હતો. જેના એકત્રીકરણ બાદ જાણીતી વૈશ્વિક ઠંડાપીણાની કંપનીએ અનુકરણીય પગલું લઈને તેમાંથી બાંકડા અને જેકેટ બનાવ્યા છે. બાંકડા ગાર્ડન વિભાગને સોંપવામાં આવી અને જેકેટ સફાઈ કર્મચારીઓને આપવામાં આવશે.

અમદાવાદમાં રમાયેલી ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મેચ બાદ શહેરને એક નવીન મટીરીયલ મળ્યું છે. પ્લાસ્ટિક મટિરિયલથી પર્યાવરણને થતું નુકશાન અટકાવવાનો વધુ એક શ્રેષ્ઠ વિકલ્પ મળ્યો છે. પ્લાસ્ટિક વેસ્ટમાંથી પ્રોસેસ કરી બનાવાયેલા 10 બાંકડા અને 500 જેકેટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવ્યા છે. ફાઇનલ મેચના દિવસે સ્ટેડિયમની બહાર અને અંદર મળી 1000 કિલોથી વધુ પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર થયો હતો.

AMCના સોલિડ વેસ્ટ મેન્જમેન્ટનe સેંકડો કર્મચારીઓએ અને સ્ટેડિયમની ખાનગી એજન્સીએ પ્લાસ્ટિક વેસ્ટ એકઠો કર્યો હતો. પ્લાસ્ટિક વેસ્ટના એકત્રીકરણ બાદ પ્રસિદ્ધ વૈશ્વિક ઠંડા પીણાંની કંપનીએ વેસ્ટમાંથી બેસ્ટ કન્સેપ્ટનો ઉપયોગ કર્યો હતો. 50 કિલો વેસ્ટ પ્લાસ્ટિક મટીરીયલમાંથી બનેલી એક બેન્ચ એવી 10 બેન્ચ ગાર્ડન વિભાગને સોંપવામાં આવી છે, જે AMC ના ગાર્ડનમાં મુકવામાં આવશે. 10 પ્લાસ્ટિક બોટલમાંથી બનેલું એક જેકેટ એવા 500 જેકેટ પણ આપવામાં આવ્યા છે, જે AMC સફાઈકર્મીઓ અને અન્ય શ્રમિકોને આપવામાં આવશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link