આ ટ્રેન નહીં, રેસ્ટોરાં છે; સુરતમાં વંદે ભારત ટ્રેનની થીમ પર આ પ્રકારની છે સુવિધાઓથી સુસજ્જ રેસ્ટોરન્ટ
સુરત શહેર સરથાણા વિસ્તાર ખાતે એક ખાસ રેસ્ટોરન્ટ આકર્ષણનું કેન્દ્ર છે કારણ કે અહીં મોંઘા ઇન્ટિરિયર લાઇટિંગ અને ફાઇવ સ્ટાર ફિલિંગ નહીં પરંતુ જ્યારે લોકો જમવા માટે અહીં પ્રવેશ કરતા ની સાથે જ સૌથી પહેલા વંદે ભારત ટ્રેનનું એન્જિન જોવા મળે છે.તેમજ ટિકિટ બારી અને એન્ટ્રી તેમજ એક્ઝિટ પણ વંદે ભારત ટ્રેનની જેમ જ બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં અહીં આવતા લોકોને વંદે ભારત ટ્રેનમાંજ બેઠા હોય એવો અનુંભવ થાય એ માટે સિટિંગ અને વિન્ડો પણ આબેહૂબ બનાવવામાં આવ્યા છે.
વંદે ભારત ટ્રેનની થીમ પર આ રેસ્ટોરે તૈયાર કરવું ખૂબ જ ચેલેંજીંગ હતું.પણ સાત મહિનાની મહેનત બાદ તેઓએ આબેહૂબ ટ્રેન જેવું રેસ્ટોરા શરૂ કર્યું છે.અહીં આવતા કેટલાક મહેમાનો કે જેમણે વંદે ભારત ટ્રેન ફક્ત વીડિયોમાં જોઈ હોય અને અહી આવ્યા બાદ એવો જ અનુભવ કરે છે કે જાણે તેવો વંદે ભારત ટ્રેનમાં જ બેસીને ભોજન લઇ રહ્યા છે. અને જેમણે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી છે તેઓ પણ આ રેસ્ટોરા આબેહૂબ વંદે ભારત જેવી જ અનુભૂતી આપતી હોય તેમ જણાવી રહ્યા છે.
સૌથી અગત્યની વાત છે કે આ રેસ્ટોરન્ટની ડિઝાઇન જ નહિ પરંતુ રેસ્ટોરન્ટની સીલીંગ પર એરિયલમાં પણ વંદે ભારતે ટ્રેનની પ્રતિકૃતિ રિમોટના માધ્યમથી ચાલે છે. હોટલના સ્ટાફ જ્યારે રીમોટ નું બટન દબાવે ત્યારે વંદે ભારતની પ્રતિકૃતિ વાળી એક ટ્રેન આ એરિયલ પરથી આવે છે અને કસ્ટમરને પીઝા સર્વ કરે છે.