Aadhaar Card Scams થી તમને બચાવશે આ 5 ટિપ્સ, દરેક આધાર યૂઝરને ખબર હોવી જ જોઈએ આ માહિતી

Tue, 12 Mar 2024-11:00 pm,

તમે આધાર કાર્ડની ફોટોકોપી  કરાવતી વખતે સાવધાની વર્તો. તમે સુનિશ્ચિત કરો કે તમારા આધારની કોપી ક્યાંક દુકાન પર રહી તો નથી ગઈ ને. આ કોપીનો ઉપયોગ કોઈ વ્યક્તિ ફ્રોડ કરવા માટે કરી શકે છે. 

આધાર કાર્ડ સ્કેમથી બચવા માટે બીજો સરળ ઉપાય છે તમે તમારા આધાર કાર્ડને અપડેટ રાખો. તમારા આધાર કાર્ડને હંમેશા નવા એડ્રસ અને મોબાઈલ નંબર સાથે અપડેટ રાખો. આ સાથે જ જો તમે તમારું આધાર કાર્ડ ગુમાવી દો તો તરત UIDAI ની વેબસાઈટ પર રિપોર્ટ કરો. 

સ્કેમથી બચવા માટે તમે તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરતી વખતે સાવધાની વર્તો. તમે કોઈ પણ વેબસાઈટપર આધાર કાર્ડનો નંબર ન નાખો. તમે ફક્ત વિશ્વસનીય વેબસાઈટ અને એપ્સ પર જ તમારા આધાર કાર્ડનો ઉપયોગ  કરો. તમે આધાર કાર્ડ આધારિત લેવડદેવડ કરતી વખતે સાવધાની વર્તો. 

જો તમે આધાર કાર્ડ સંબંધિત કોઈ જાણકારી લેવા માંગતા હોવ કે મનમાં કોઈ સવાલ હોય તો તમારે તે માટે UIDAI ની વેબસાઈટ પર જવું જઈએ. આ વેબસાઈટ પર તમને આધાર કાર્ડ સંલગ્ન દરેક માહિતી મળી રહેશે. 

જો તમે આધાર કાર્ડ સંબંધિત કોઈ જાણકારી મેળવવા માંગતા હોવ તો તમે UIDAI ની હેલ્પલાઈન 1947 ઉપર કોલ પણ કરી શકો છો. આ સિવાય આધાર મિત્રનો પણ ઉપયોગ કરી શકો છો. આધાર મિત્ર એક ચેટબોટ છે જેને UIDAI દ્વારા શરૂ કરાયું છે. આ ચેટબોટ તમારા આધાર સંલગ્ન સવાલોનો જવાબ આપવામાં મદદ કરે છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link