રાશિફળ 29 સપ્ટેમ્બર: આજથી નવરાત્રીનો પ્રારંભ, આ 2 રાશિના જાતકોને આજે મળી શકે છે શુભ સમાચાર

Sun, 29 Sep 2019-7:55 am,

આજે તમને કોઈ શુભ સમાચાર મળશે. કૌટુંબિક સંબંધો વચ્ચે સામંજસ્ય બનાવવામાં સફળ રહેશો. અનેક દિવસોથી અટવાયેલા કામોમાં સફળતા મળશે. કેટલાક નવા અનુભવ થઈ શકે છે. અનેક પ્રકારની સમસ્યાઓ ઉકેલવાની કોશિશ કરશો અને તેમા સફળ પણ રહેશો. આજે તમે તમારી વાત સ્પષ્ટ રીતે કહેવાની કોશિશ કરો. આજે તમે દરેક વ્યક્તિ અને પોતાના કામકાજથી કઈંક શીખવાની કોશિશ કરશો. કૌટુંબિક સંબંધો મજબુત કરવા માટે સારો સમય છે.

તમારા માટે સમય સારો હોઈ શકે છે. બાળકો સાથે સારો સમય પસાર કરો. પૈસા સંબંધિત કેટલાક મામલે ધ્યાન આપવું પડશે. દરેક પ્રકારના પડકાર માટે તૈયાર રહો. નવી વાતો જાણવા માટે તમે ઉત્સુક થઈ શકો છો. આજે તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે મત આપી શકો છો. જૂના કોઈ નુકસાનની ભરપાઈ થઈ શકે છે. ફ્રી થઈને કામ કરો, તેનાથી તમે ખુશ રહેશો અને આત્મવિશ્વાસ પણ વધશે. ભાઈઓ, મિત્રો અને સાથે કામ કરનારાની મદદ મળી શકે છે. 

ધનલાભ થઈ શકે છે. લાંબા સમય સુધી ચાલે તેવા કામથી ફાયદો થશે. અનેક રસપ્રદ વિચારો અને યોજનાઓ બનશે. અપરણિત લોકોના વિવાહ નક્કી થઈ શકે છે. બુદ્ધિથી તમારા કામ પૂરા કરાવી શકો છો. પોતાના સાબિત કરી બતાવશો. મિત્રો અને પરિવારનો સહયોગ મળશે. સારા સમાચાર મળી શકે છે. બેરોજગારો માટે સારો દિવસ છે. 

અચાનક ધનલાભ થઈ શકે છે. અટવાયેલા નાણા મળશે. પૈસા મામલે અડચણો દૂર થઈ શકે છે. મિત્રો તમને સમસ્યાઓમાંથી બહાર કાઢવામાં મદદ કરશે. કામકાજ સંબંધિત સારા અને વ્યવહારિક આઈડિયા તમારા દિમાગમાં આવશે. કોઈ પણ અણબનને જલદી ઉકેલવાની કોશિશ કરશો. વ્યવહારકુશળતા અને સહનશક્તિથી કામ લેશો તો મોટાભાગના મામલા ઉકેલાશે. 

આર્થિક સ્થિતિમાં ફેરફારના યોગ છે. જેનાથી તમે ખુશ રહેશો. મહત્વકાંક્ષા વધશે. ઓફિસમાં તણાવપૂર્ણ સ્થિતિ ખતમ થઈ શકે છે. મહેનત અને સમજદારીથી જોખમભર્યા કામો પતાવશો. કોઈ મોટું ટેન્શન પણ દૂર થઈ શકે છે. બિઝનેસ માટે મુસાફરીના યોગ છે. 

જે કામ કરવાનું છે કે જવાબદારી મળી છે તે ખુશીથી સ્વીકારો. બધુ સરળતાથી પતશે. તમારા કામથી બીજાને  પ્રેરણા મળશે. નાણાકીય સ્થિતિમાં સુધાર થશે. મહેનતનું ફળ મળશે. સંબંધો મામલે વ્યવહારિક રહો. 

અટવાયેલા કામો પૂરા થઈ શકે છે. નોકરી અને બિઝનેસમાં સમય પર સહયોગ નહી મળવાથી પરેશાની થશે. કેટલાક લોકો તમારા કામનો વિરોધ કરી શકે છે. અપરણિત લોકોને વિવાહના પ્રસ્તાવ મળી શકે છે. 

તમારા માટે દિવસ ખાસ રહેશે. કેટલીક એવી વાતો સામે આવી શકે છે જે તમારા માટે આવનારા દિવસોમાં ફાયદો કરાવશે. કોઈ કપરાં મામલાને ઉકેલવા માટે સારો દિવસ છે. સમજદારીનો ઉપયોગ કરો. કાર્યક્ષેત્રમાં ઓળખીતા લોકો મદદગાર રહેશે. નવી ડીલ ફાયદાકારક રહેશે. દિવસ સારો છે. કોઈ બીમારી પણ દૂર થશે. ભાગ્યનો સાથ અને અટવાયેલા નાણા મળી શકે છે. 

ભાવનાઓ સારી રીતે પ્રદર્શિત કરી શકશો. ઈન્ટરવ્યુ કે સંબંધની વાત થશે તો સારું છે. ગંભીરતાથી કરાયેલી ચર્ચાથી કોઈ ખાસ મામલાનો ઉકેલ આવી શકે છે. કાર્યક્ષેત્રમાં ઘણુખરું સફળ થશો. સંતાન તરફથી સારા સમાચાર મળશે. 

કોઈ મહત્વપૂર્ણ કામ કરી શકો છો. જે તમને મોટો ફાયદો કરાવશે. પૂરી મહેનત કરશો તો મજા આવશે. કોઈ જૂના કામને પતાવ્યા બાદ તમને ફાયદો થશે. નવા કામ શરૂ કરવાની જગ્યાએ જૂના કામ પતાવવા પર ધ્યાન આપો. જે લોકો અરણિત છે તેમના માટે સારો દિવસ છે. બીજાથી આગળ નીકળવાની ઈચ્છા આજે વધી શકે છે. 

લોકોને મળવામાં અને વાત કરવામાં સફળ થશો. આસપાસના લોકો પર ધ્યાન રાખો. ઓફિસમાં વધુ જવાબદારીવાળું કામ મળી શકે છે. બીજાની મદદથી કરાયેલા કામોમાં અટવાઈ શકો છો. માંગલિક કામો થઈ શકે છે. મોટા ભાઈ કે મિત્રોની મદદ મળશે.

પોતાના પર ભરોસો કરો અને આગળ વધવાનું કામ કરો. બિઝનેસ કે નોકરીમાં ખાસ કામ પતાવવા માટે સારો દિવસ છે. ભાગ્યનો સાથ મળશે. મહત્વ અને સન્માન વધવાના યોગ છે. પૈસાની સ્થિતિમાં સુધાર અને ઉન્નતિ થવાની તકો મળી શકે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link