આમિર ખાનની લાડકી પુત્રીના અજીબોગરીબ PHOTOS સોશિયલ મીડિયામાં VIRAL, જોઈને ચોંકી જશો
સુપરસ્ટાર આમિર ખાનની પુત્રી ઈરા ખાન સારી પેઠે જાણે છે કે સ્ટાર કિડ હોવાનો અર્થ શું હોય છે.
આવામાં તેનું કહેવું છે કે તેણે શોબિઝના વિવિધ અર્થો મુજબ પોતાને ઢાળી છે જેથી કરીને તે ક્યારેય તેની પરેશાની ન બને.
સ્ટાર કિડ હોવાના દબાણ અંગે ઈરા કહે છે કે મારું માનવું છે કે અમારા માતા પિતાએ અમને બાળકો તરીકે ઘણા સારી રીતે સંભાળ્યા છે.
આથી મને વધુ દબાણ મહેસૂસ થતું નથી. મને ખબર છે કે તે શું ચીજ છે પરંતુ મને ક્યારેય દબાણ જેવું કઈ લાગ્યું નથી.
તેને જ્યારે પૂછવામાં આવ્યું કે વ્યક્તિગત રીતે કે વ્યવસાયિક રીતે ઝાકમઝોળથી દૂર રહેવા માટે શું તે ક્યારેય તરસે છે.
તેના પર 22 વર્ષની ઈરાએ કહ્યું કે મેં મારા જીવનનો મોટાભાગનો સમય તેનાથી દૂર રહીને વીતાવ્યો છે.
પરંતુ હવે હું મોટી થઈ ગઈ છું અને આથી મેં મારા સોશિયલ મીડિયા એકાઉન્ટને સાર્વજનિક કરવાનો નિર્ણય લીધો. તે મારા જીવનનો ભાગ છે અને તેના માટે હું જાગરૂક છું.
ઈરા યુરિપાઈડ્સ મેડિયાથી દિગ્દર્શન ડેબ્યુ કરવાની સાથે સાથે શોબિઝની દુનિયામાં ડગલું માંડવા જઈ રહી છે. અત્રે જણાવવાનું કે થોડા સમય પહેલા ઈરાનું એક ફોટોશૂટ સામે આવ્યું હતું. ત્યારબાદ તેના ખુબ વખાણ થયા હતાં. (તસવીરો સાભાર-Instagram@IraKhan )