આદિવાસીઓના હીરો ચૈતર વસાવા, આપ ઉમેદવારે જંગી લીડથી ભાજપ-કોંગ્રેસને પડકાર આપી

Sat, 10 Dec 2022-3:49 pm,

નર્મદા જિલ્લાના એક નાનકડા ગામના એક યુવાને ડેડીયાપાડા વિધાનસભા સીટ પર ઇતિહાસ રચી નાંખ્યો છે. ગરીબ ઘરના ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ મળી અને તેઓએ વિધાનસભાની ચૂંટણી માં લોકચાહના એવી મેળવી કે ઇતિહાસ રચી નાંખ્યો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને પરિણામ બંને જાહેર થઇ ગયા. જેમાં ભાજપ 156 સીટો જીતી રાજ્યમાં ઇતિહાસ રચ્યો. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ પાંચ સીટો મેળવી ખાતું ખોલ્યું. પરંતુ સૌથી રસપ્રદ ચૂંટણી નર્મદા જિલ્લાની ડેડીયાપાડા બેઠક પર જોવા મળી. અહીંયા એક સામાન્ય નવયુવાન ચૈતર વસાવા એક લાખ મતો મેળવી ભાજપ કોંગ્રેસ અને અન્ય ઉમેદવારો કરતા 34 હજાર લીડથી નવો રેકોર્ડ નામે કર્યો છે. 

અરવિંદ કેજરીવાલ ગુજરાત ચૂંટણી દરમિયાન બીટીપીને શોધતા ઝઘડિયા આવ્યા હતા, ગઠબંધન કર્યું અને બાદમાં તૂટ્યું પણ ખરું. આ ગઠબંધમાં કેજરીવાલને આદિવાસી વિસ્તારનો એક મજબૂત નેતા મળી ગયા. લોકોના ઘરે ઘરે જઈને પ્રચાર કરી ચૈતર વસાવાએ જંગી લીડ સાથે સૌથી વધુ મતો મેળવવાંનો રેકોર્ડ કર્યો. હવે ડેડીયાપાડા સાગબારામાં ઠેરે ઠેર તેમનું સ્વાગત થઇ રહ્યું છે. ત્યારે તેમની જીત માટે તેમનો પૂરો પરિવાર અને સ્થાનિક કાર્યકરો પણ કામે લાગ્યા. અંતે ભાજપ કોંગ્રેસ અને બીટીપીને હરાવી ચૈતર વસાવાએ જીત મેળવી રાજ્ય અને દેશના રાજકારણમાં રેકોર્ડ બ્રેક કર્યો છે. 

નર્મદા જિલ્લાના ઇતિહાસમાં 1 લાખ મતો આજદિન સુધી કોઈને નથી મળ્યા. જ્યારે કે, 39 હજારની લીડ પણ કોઈ પાર્ટીના ઉમેદવારે મેળવી નથી. આ જીત કોઈ ચૈતર વસાવાની કે આમ આદમી પાર્ટીની નથી. પણ જનતાની છે તેવુ તેઓ માને છે. 

ચૈતર વસાવા વિસ્તરણ અધિકારી તરીકેની નોકરી કરતા હતા અને કચેરીમાં લોકો આવે તેમના કામ ના થાય, યોજનાઓનો લાભ ના મળે એ માટે લોકોની સેવા કરતા. ચૈતર વસાવા ડેડીયાપાડાના બોગજ ગામનો એક સામાન્ય યુવાન ધારાસભ્ય બનતા લોકોએ વધાવી લીધા છે. તેઓએ કહ્યું કે, આદિવાસીઓની સમસ્યાઓ અંગે ઘણું કરવાનું છે. વિધાનસભામાં ઘણા પ્રશ્નો કરવાના છે અને આદિવાસી સમાજને ન્યાય આપવાનું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link