કોમેડી ફેક્ટરીએ હાસ્યનું હુલ્લડ મચાવ્યું

Wed, 21 Mar 2018-9:17 am,

ધ કોમેડી ફેક્ટરીએ એચએલ કોલેજ એલુમની એસોસિએશનના ઉપક્રમે યોજાયેલા વાર્ષિક કાર્યક્રમ અભિનાદમાં હાસ્યનું હૂલ્લડ મચાવ્યું હતું.

મનન દેસાઈ, આરીઝ સૈયદ, ચિરાયુ મિસ્ત્રી અને ઓજસ રાવલે એચ એલ પ્લાજા ખાતે પાવરફૂલ પરફોર્મન્સ દ્વારા બધાને હાસ્ય તરબોળ કરી મૂક્યા હતા.

વાસ્તવિક જીવનનાં પાત્રોનાં ઉદાહરણો આપીને આ કલાકારોએ આવા પાત્રોને વાર્તામાં વણી લઈને તખ્તા ઉપર રંગ જમાવ્યો હતો. 

ધ કોમેડી ફેક્ટરીને શ્રોતાઓને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. 

કલાકારોએ શ્રોતાઓને હાસ્યથી રસતરબોળ કર્યા હતા.

તમામ વય જૂથના લોકોને ગમી જાય તેવો કાર્યક્રમ રજૂ કરીને કલાકારોએ સાંજને યાદગાર બનાવી મૂકી હતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link