અમદાવાદ : રાતના અંધારામાં રમરમાટ દોડી રહેલી STએ પાલડી ચાર રસ્તા પાસે કારને ટક્કર મારી

Sun, 05 Jul 2020-7:53 am,

મોડી રાત્રે 11 વાગ્યાની આસપાસ પાલડી ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી એસટીએ કારને અડફેટે લીધી હતી. ફોર્ડ કારમાં બે લોકો સવાર હતા. જોકે કારમાં કોઈને જાનહાનિ તો ન થઈ, પરંતુ અકસ્માતમા કારનો બૂડકો વળી ગયો હતો. 

પોલીસે એસટી ચાલકને ઝડપી પાડ્યો હતો. ફરી એકવાર સાબિત થયું કે એસટીની ડ્રાઈવરો રમરમાટ ગાડીઓ દોડાવી રહ્યાં છે. 

લોકડાઉનમાં રસ્તા પર વાહનો ન દોડતા અકસ્માતોનું પ્રમાણ નહિવત જેટલું હતું, પરંતુ ફરીથી વાહનો પૂર્વવત થતા ફરી એકવાર અકસ્માતોનો સિલસિલો શરૂ થઈ ગયો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link