Vastu Tips: જીવનમાં પ્રગતિ અને સુખ જોઈએ છે? તો જાણી લો ઘરમાં હનુમાનજીની કઈ તસવીર ક્યાં લગાવવી

Thu, 29 Apr 2021-2:20 pm,

વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરીને ઘરમાં હનુમાનજીની મૂર્તિ કે તસવીર મુકવામાં આવે તો ઘરમાંથી નેગેટિવ એનર્જી હંમેશા માટે દૂર થઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ હનુમાનજીની તસવીર હંમેશા દક્ષિણ દિશાની તરફ હોવી જોઈએ. આ દિશા હનુમાનજીની તસવીર મુકવા માટે સૌથી શ્રેષ્ઠ ગણાય છે. હનુમાનજીએ પોતાની શક્તિઓનો સૌથી વધુ પ્રભાવ દક્ષિણ દિશામાં દેખાડ્યો હતો.  

દક્ષિણ દિશાથી આવનારી નકારાત્મક ઉર્જા અને ખરાબ શક્તિઓને દૂર કરવા માટે ઘરમાં હનુમાનજીની બેસેલી તસવીર રાખવી જોઈએ. તેથી ઘરમાં દક્ષિણ દિશામાં હનુમાનજીની બેઠેલી મુદ્રામાં લાલ રંગની તસવીર જરૂર લગાવો.   

 

વાસ્તુશાસ્ત્રની માનીએ તો પંચમુખી હનુમાનજીની મૂર્તિ કે ચિત્ર જે ઘરમાં જે ઘરમાં હોય છે ત્યાં પ્રગતિના માર્ગામાં આવનારી તમામ અડચણો આપમેળે જ દૂર થઈ જાય છે. અને તેવા ઘરમાં સતત ધન અને વૈભવની વૃદ્ધિ થાય છે. ઘરના મુખ્ય દ્વાર પર પંચમુખી હનુમાનજીની તસવીર લગાવવાથી ઘરમાં ખરાબ શક્તિઓ પ્રવેશી શકતી નથી.  

જે ઘરમાં કીર્તન કરતા હનુમાનજીની તસવીર લગાવેલી હોય છે તે ઘરમાં પરિવારના સભ્યોમાં પ્રેમ અને આંતરીક સુમેળ બન્યો રહે છે. ઘરમાં શ્રી રામના ચરણોમાં બેસેલાં હનુમાનજી અથવા કીર્તન કરતા હનુમાનજીની તસવીર જરૂર રાખવી જોઈએ. ઘરમાં આવી તસવીર રાખવી ખુબ જ શુભ મનાય છે.

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં પર્વ ઉઠાવતા હનુમાનજીની તસવીર રાખવાથી આપનામાં અને આપના પરિવારના સભ્યોની સાહસિક વૃત્તિમાં વધારો થશે. ધંધા-રોજગારનો વિકાસ થશે. તમે દરેક પડકારને પહોંચી વળશો. આ ઉપરાંત જો તમારા ઘરમાં ઉડતા હનુમાનજીની તસવીર લગાવવામાં આવે તો ચોક્કસથી પ્રગતિ થાય છે. તમારા ધાર્યા કામો પાર પડે છે અને દરેક કામમાં સફળતા મળે છે એવી માન્યતા છે.

(નોંધ- આ લેખમાં જે સુચનામાં આપવામાં આવી છે તે સામાન્ય જાણકારી અને માન્યતાઓને આધારે આપેલી છે. ZEE 24 કલાક આ બાબતોની કોઈ પુષ્ટિ કરતું નથી.)

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link