માલિકની પત્ની સાથે સંબંધ બનાવવા ઇચ્છતો હતો રંજન, બોસ ઘરની બહાર ગયો અને...
હત્યાની આ ઘટના થાણે જિલ્લાના ડોંબિવલીની છે. જ્યાં માનપાડા પોલીસ સ્ટેશનમાં 20 વર્ષીય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના રવિવાર સાંજની છે. આરોપીની ઓળખ ગુડ્ડૂ કુમાર ઉર્ફ રંજન તરીકે કરવામાં આવી છે. આરોપી ડોંબિવલીમાં એક કરિયાણાની દુકાન કમ ડિપાર્ટમેન્ટલ સ્ટોર પર કામ કરતો હતો. રવિવારે દુકાન માલિકે તેને જમવા માટે ઘરે બોલાવ્યો હતો.
આરોપી રંજન, દુકાન માલિક અને તેની પત્નીએ ભોજન પહેલા ડ્રિંક્સ કર્યું અને વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન દુકાન માલિકને એક એજન્ટનો ફોન આવતા તે થોડા સમય માટે ઘરથી બહાર ગયો હતો. ઘરમાં દુકાન માલિકની પત્ની અને કર્મચારી રંજન બંને એકલા જ હતા.
તે દરમિયાન રંજને તેના માલિકની ગેરહાજરીનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો અને તેના બોસની પત્ની સાથે યૌન સંબંધ બાંધવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જો કે, સંબંધ બનાવવા માટે તેણે મહિલા પર દબાણ પણ કર્યું હતું. રંજનની આ વાત સાંભળી મહિલા રોષે ભરાયઈ હતી અને તેણે રંજનને ધમકી આપી હતી કે, તે તેના પતિને તેની આ હરકતની ફરિયાદ કરશે.
મહિલાની વાત સાંભળી આરોપી રંજન ગભરાયો અને તેણે એક તિક્ષ્ણ હથિયારથી મહિલા પર હુમલો કરી તેની હત્યા કરી હતી. મહિલાની હત્યા બાદ રંજન ત્યાંથી ફરાર થઈ ગયો. જ્યારે દુકાન માલિક ઘરે પરત ફર્યો તો તેણે તેની પત્નીને લોહી લુહાણ સ્થિતિમાં જોઇ તાત્કાલીક તેને હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
આ ઘટના બાદ દુકાન માલિકે માનપાડા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી પીડિત દુકાન માલિકનું નિવેદન નોંધ્યું. જો કે, બાતમીના આધારે પોલીસે આરોપી રંજનની ધરપકડ કરી છે. ત્યારે પોલીસની સઘન પૂછપરછમાં આરોપી રંજને પોતાનો ગુનો કબુલ કર્યો હતો.