ચાણક્ય નીતિ: આ 4 પ્રકારના કામ ન કરો જીવનમાં, નહીં તો ચોક્ક્સપણે થશો બરબાદ

Thu, 04 Oct 2018-9:24 am,

अनालोच्य व्ययं कर्ता चानाथ: कलहप्रिय:। आर्त: स्त्रीहसर्वक्षेत्रेषु नर: शीघ्रं विनश्यति।। 

જે વ્યક્તિ પોતાના જીવનમાં સફળતાની કામના કરે છે તેમણે પોતાની આવક તથા ખર્ચમાં સંતુલન જાળવવું જોઈએ. આવકથી વધુ ખર્ચ કરે, સમજ્યાવગર ખર્ચ કરે તે ભવિષ્યમાં જરૂર બરબાદીની કગાર પર પહોંચે છે. 

જે મનુષ્ય દરેક વાત પર બીજા સાથે ઝગડા કરે તે લોકો બરબાદીની રાહ પર હોય છે. તેમને કોઈ પસંદ કરતું નથી અને જીવનમાં તેઓ એકલા પડી જાય છે. 

જે પુરુષો અન્ય સ્ત્રીઓ પાછળ ભાગીને પોતાના ઘર બરબાદ કરે છે, તે માત્ર જીવનનો વ્યય નથી કરતા પરંતુ પરિવાર માટે પણ ઘાતક સાબિત થાય છે. આવા મનુષ્યોને શત્રુની કોઈ જરૂર નથી કારણ કે તેઓ પોતે જ પોતાના શત્રુ છે.

જે પુરુષો પોતાના ચરિત્ર અને આચરણમાં ધૈર્યને મહત્વ નથી આપતા તેમને સફળતા ક્યારેય મળતી નથી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link