Kangana ની `થલાઈવી`માં અરવિંદ સ્વામી આ રીતે બન્યા MGR, ફાઈનલ Look માટે 8 લૂક કર્યા ટ્રાય

Tue, 23 Mar 2021-6:02 pm,

ફિલ્મમાં અરવિંદ (Arvind Swamy) એમજીઆર એટલે કે, એમ.જી રામાચંદ્રનનો (MGR) રોલ પ્લે કરી રહ્યા છે. ફિલ્મમાં અરવિંદ એમજીઆરનો રોલ પ્લે કરી રહ્યા છે જેમનો જયલલિતાના (J. Jayalalithaa) સફળ રાજકીય કરિયરમાં ખુબજ મોટો હાથ માનવામાં આવે છે. એવામાં ફિલ્મમાં આ રોલ પણ ઘણો મહત્વનો ગણાય છે. ફિલ્મમાં આ રોલને નિભાવવા માટે અરવિંદ સ્વામીને પસંદ કરવામાં આવ્યા અને ટ્રેલરમાં તે આ કેરેક્ટરની સાથે ન્યાય કરતા જોવા મળી રહ્યા છે.

અરવિંદનો લૂક એમજીઆરથી ઘણો મળતો આવે છે. જેટલી મહેનત કંગનાએ જયલલિતા બનવા માટે કરી છે એટલી જ મહેનત અરવિંદને એમજીઆર બનવા પાછળ કરી છે. તેમને આ લૂક એવોર્ડ વિનિંગ મેકઅપ આર્ટિસ્ટ પત્તનમ રશીદએ તૈયાર કર્યો હતો.

ફિલ્મના ડિરેક્ટર વિજયે અરવિંદની પ્રશંસા કરવાની સાથે તેમને પરફેક્શનિસ્ટ ગણાવ્યા. તેમણે કહ્યું હતું કે, અરવિંદ ત્યાં સુધી અટકતા નથી જ્યાં સુધી દરેક વસ્તુ પરફેક્ટ થયા નહીં. તેમણે એમજીઆર ફૂટેજ જોયા અને ઘણા વર્કશોપમાં ભાગ લીધો જેથી તેમની બોડી લેંગ્વેજને અપનાવી શકે. આ ઉપરાંત તેમના દાંત એમજીઆર જેવા દેખાય તે માટે ઘણા ડેન્ટિસ્ટ્સની પાસે પણ ગયા હતા. વિજયે જણાવ્યું કે, અરવિંદનો લુક ફાઇનલ કરતા પહેલા તેમના પર વધુ 8 લૂક ટ્રાય કરવામાં આવ્યા હતા.

અરવિંદને આ ફિલ્મમાં એમજીઆરની ભૂમિકા માટે કાસ્ટ કરવાના નિર્ણય અંગે ડિરેક્ટર એ.એલ. વિજયે કહ્યું હતું કે, "એમજીઆરની ભૂમિકા નિભાવવા માટે અમને એક મજબુત સ્ક્રીન હાજરીવાળા અભિનેતાની જરૂર હતી અને હું અરવિંદ સ્વામીને કાસ્ટ કરવા માંગતો હતો." જ્યારે તમે ફિલ્મ જોશો, ત્યારે તમે સમજી શકશો કે શા માટે હું કહું છું કે તેમના સિવાય આ ભૂમિકા બીજો કોઈ નહીં ભજવી શકે.

એમજીઆર પણ પહેલા અભિનેતા પણ હતા અને 1936 માં તેમની અભિનય કારકિર્દીની શરૂઆત કરી અને પછીથી રાજકારણમાં આવ્યા હતા. એમજી રામચંદ્રન જે. જયલલિતા માટે ગુરુ જેવા હતા. તેમણે 1972 માં રાજકીય પક્ષ DKM છોડ્યા પછી AIADMK ની રચના કરી અને 1977 માં ફરીથી સત્તામાં આવ્યા. આ પછી તેઓ ડિસેમ્બર 1987 માં તેમના નિધન સુધી તમિલનાડુના મુખ્યમંત્રી રહ્યા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link