Cricket છોડીને ભરપેટ પસ્તાય છે આ અભિનેતા, શિખર ધવન સાથે કરતો હતો બેટિંગ, વિરાટ સાથે પણ છે દોસ્તી
કરણ વાહી બાળપણથી જ ક્રિકેટર બનવા માંગતો હતો. પરંતુ તે ક્રિકેટમાં વધુ સફળ થયો નહીં. એટલે તેણે મોડલિંગ અને એક્ટિંગનો રસ્તો પસંદ કર્યો.
કરણ વાહી દિલ્હીમાં અંડર-19 લીગ રમી ચૂક્યો છે. તે ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવન સાથે ક્રિકેટ રમ્યો છે. આ વાતનો ખુલાસો તેણે પોતે કર્યો હતો.
વર્ષ 2017માં એચટી મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કરણ વાહીએ જણાવ્યું હતું કે 'હું પ્રોફેશનલ રીતે અંડર-19 લીગ્સમાં રમ્યો છું. હું DDCA માટે પણ રમ્યો છું. પરંતુ હું આગળ વધી શક્યો નહીં. આ બધી શાનદાર યાદો છે જે હું હંમેશા યાદ રાખીશ અને મને ક્રિકેટ છોડવાનો પસ્તાવો પણ છે કારણ કે હું હંમેશા ક્રિકેટર બનવા માંગતો હતો. મને તેને લઈને પસ્તાવો થાય છે કારણ કે મે ક્રિકેટ વર્ષ 2003ની આસપાસ છોડ્યું ત્યારે ક્રિકેટ એન્ટરટેઈન્મેન્ટ નહતું. હું શિખર ધવન સાથે રમ્યો છું, તે મારો સારો મિત્ર હતો.'
વિરાટ કોહલી સાથે પણ કરણને સારી મિત્રતા છે. એકવાર કરણે રેડિયોસિટીને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે કોહલી ખાવાનો શોખીન છે.
ક્રિકેટ છોડ્યા બાદ કરણ વાહીએ વર્ષ 2004માં ટીવી સિરીઝ રીમિક્સ સાથે પોતાની એક્ટિંગની કરિયર શરૂ કરી હતી પરંતુ વર્ષ 2009-2019માં આવેલી ટીવી સીરિયલ દિલ મિલ ગયેથી તે ખુબ ફેમસ થયો. આ ઉપરાંત તેણે કુછ તો લોગ કહેંગે (2011), તેરી મેરી લવ સ્ટોરીઝ (2012), જેવી સિરીઝમાં કામ કર્યું હતું.
કરણ વાહી બોલીવુડ ફિલ્મ દાવત એ ઈશ્ક (2014), હેટ સ્ટોરી-4 (2018)માં પણ જોવા મળ્યો હતો.
વેબ સિરીઝની વાત કરીએ તો 2018માં નેટફ્લિક્સ પર જોવા મળેલી સેક્રેડ ગેમ્સ (Sacred Games)માં પણ કરણે કરણ મલ્હોત્રાની ભૂમિકા ભજવી હતી.