રિલ લાઈફ માટે બોલીવુડના આ સિતારાઓએ બદલ્યાં રિયલ લાઈફના નામ, નામ બદલ્યાં પછી મળી નામના
સદીના મહાનાયક અને બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનનો જન્મ થયો ત્યારે પરિવારના લોકોએ તેમનું નામ ઇન્કલાબ રાખ્યું હતું.પરંતુ થોડા સમય બાદ જ તેમનું નામ બદલીને અમિતાભ રાખવામાં આવ્યું..તેમના પિતાની સરનેમ શ્રીવાસ્તવ હતી જેથી તેમણે સરનેમ બદલીને બચ્ચન કરી દીધી.ત્યારથી આવનારી પેઢીની સરનેમ પણ બચ્ચન જ રાખવામાં આવે છે.
શોલેના ઠાકુરના પાત્ર પોતાની અલગ છાપ છોડનાર સંજીવ કુમારનું અસલી નામ હરીભાઈ જરીવાલા હતું.પરંતુ તેમને વિચાર્યું કે હરીભાઈ નામ સાથે તેમને બોલિવુડમાં સફળતા નહીં મળે.જેથી તેમણે પોતાનું નામ બદલી હરીભાઈમાંથી સંજીવ કુમાર કર્યું.
એક્શન કિંગ તરીકે ઓળખાતા સીન દેઓના રિયલ નેમને તમે કદાચ નહીં જાણતા હો.વર્ષ 1982માં બેતાબ ફિલ્મથી ડેબ્યુ કરનાર સની દેઓલ બોલીવુડમાં એક્શના બેતાબ બાદશાહ થયા.પરંતુ બોલિવુડમાં એન્ટ્રી લેવા સની દેઓલે નામ બદલ્યું હતું.સની દેઓલનું અસલી નામ છે અજય સિંહ છે.
બોલીવુડના સુપસ્ટાર ગણતા સૈફ અલીખાન બોલીવુડમાં એન્ટ્રી લીધા પહેલા નામ બદલ્યું છે.વર્ષ 1993માં પરંપરા ફિલ્મથી સૈફ અલીખાને બોલિવુડમાં એન્ટ્રી કરી.પરંતુ બોલીવુડમાં એન્ટ્રી કર્યા પહેલા સૈફ અલી ખાનનું અસલી નામ સાજિદ અલી ખાન હતું.જેને ફિલ્મમાં ડેબ્યુ કરવા માટે સૈફ અલીખાન કરવામાં આવ્યું.
અભિનયની આગવી છટ્ટાથી લાખો દર્શકોના દિલ જીતનાર તબ્બુએ બોલીવુડમાં આગવી છાપ ઉભી કરી છે.તબ્બુનું રિયલ નામ તબસ્સુમ હાસીમ ખાન છે.પરંતુ આ નામ યાદ રાખવામાં ઘણું જ અઘરૂ પડતું હતું.જેથી બોલીવુડમાં એન્ટ્રી લીધા પહેલા તબસ્સુમમાંથી નામ બદલી તબ્બુ કરવામાં આવ્યું.જેથી લોકોને તેનું નામ બોલવામાં અને યાદ રાખવામાં સરળતા પડે.
કેનેડામાં મોટી થયેલ સનિ લિયોન આજે દર્શકોના દિલની ધડકન બની ગઈ છે.પોર્ન સ્ટારમાંથી બોલીવુડ અભિનેત્રી બનેલી સનિ લિયોનીએ પણ પોતાનું નામ બદલ્યું છે.સની લિયોનીનું રિયલ નેમ છે કરણજિત કૌર વહોરા..જો કે સની લિયોનીની એક બાયોપિક ફિલ્મ પણ આવી ચુકી છે.જેના રિલિઝ પહેલા ખુબ વિવાદ પણ થયો હતો.
તમને કદાચ એ જાણીને નવાઈ લાગે કે આ લિસ્ટમાં શ્રી દેવીનું નામ પણ આવે છે.શ્રી દેવીનું અસલી નામ ‘શ્રી અમ્મા યેંગર અય્યપન’ હતું. શ્રી દેવીનો અદાકારીનો જાદુ આજે પણ લોકોને ખુબ ગમે છે. જો કે હવે તે આ દુનિયામાં રહ્યા નથી, પણ એમની યાદ ફિલ્મોમાં સચવાયેલી છે..
બોલીવુડમાં જેમના નામનો સિક્કો ચાલે છે એવા દબંગ ખાનનું અસલી નામ સલમાન ખાન નથી.મેને પ્યાર કિયા ફિલ્મથી બોલીવુડ કરિયરની સલમાન ખાને શરૂઆત કરી હતી.પરંતુ દબંગા સલમાન ખાનનું અસલી નામ છે અબ્દુલ રાશિદ સલીમ સલમાન ખાન.પરંતુ બોલિવુડમાં એન્ટ્રી લેવા માટે નામ બદલી માત્ર સલમાન ખાન કરવામાં આવ્યું.
સાઉથના સુપસ્ટાર અને ભગવાન તરીકે પૂજાતા અભિનેતા રજનીકાંતે પણ પોતાનું નામ બદલ્યું છે.રજનીકાંતનું અસલી નામ શિવાજી રાવ ગાયકવાડ છે.પરંતુ તેમની પ્રથમ ફિલ્મના ડાયરેક્ટર કે બાલાચંદને સ્ક્રીન પ્રજેન્ટ માટે શિવાજી રાવ ગાયકવાડમાંથી તેમનું નામ બદલી રંજનીકાંત રાખ્યું હતું.જો કે અનોખી અદાકારા માટે ભારત સરકારે રજનીકાંતને પદ્મભૂષણ અને પદ્મવિભૂષથી સન્માનિત કર્યા છે.
બોલીવુડમાં સતત 15 ફિલ્મો હિટ આપનાર એક માત્ર અભિનેતા છે રાજેશ ખન્ના.પરંતુ રાજેશ ખન્નાએ પણ બોલીવુડમાં એન્ટ્રી કર્યા પહેલા પોતાનું નામ બદલ્યું હતું.રાજેશ ખન્નાનું રિયલ નેમ જતીન ખન્ના છે.રાજેશ ખન્નાના 1973માં ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન થયા હતા.જેમની એક દીકરી ટ્વિંકલ ખન્ના છે જે અક્ષય કુમારની પત્ની છે.
બોલીવુડની પ્રિટી વુમન અને પોતાની ક્યૂટ સ્માઈલ, અભિનયથી દર્શકોના દિલ જીતનાર પ્રીતિ ઝિન્ટાએ પણ પોતાનું નામ બદલ્યું છે.બોલિવુડમાં એન્ટ્રી લીધા પહેલા પ્રીતિ ઝિન્ટાનું અસલી નામ હતું પ્રીતમ સિંહ ઝિંટા.પરંતુ બોલિવુડમાં એન્ટ્રી માટે તેણે પ્રીતમ માથી પ્રીતિ નામ કર્યું..
બોલીવુડ એક્ટ્રેસ અને મોડલ મહિમાં ચૌધરીનો જન્મ 13 સપ્ટેમ્બર 1973માં પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં થયો હતો. મહિમાએ દિગ્ગજ ડાયરેક્ટર સુભાષ ઘઇની ‘પરદેશ’ ફિલ્મથી તેના કરિયરની શરૂઆત કરી હતી.પરંતુ બોલિવુડમાં એન્ટ્રી પહેલા મહિમા ચૌધરીનું નામ ઋતુ ચૌધરી હતું.પરંતુ ડાયરેક્ટર સુભાષ ધઈએ તેને મહિમા નામ આપ્યું.કેમ સુભાષ ધઈની હિટ ફિલ્મોની હીરોઈનના નામ હંમેશા M પરથી હોય છે.એટલે સુભાઈ ધઈએ ઋતુ માથી મહિમા ચૌધરી નામ રાખ્યું.
લાખો ચાહકાની દિલની ધડકન અને ધ બ્યુટી વિદ ટ્રેજડીના નામથી ઓળખાતી મધુબાલાએ વર્ષ 1942માં બોલિવુડમાં ડેબ્યુ કર્યું.જેની પ્રથમ ફિલ્મ હતી બસંત.પરંતુ ફિલ્મો આવ્યા પહેલા મધુબાલાનું અસલી નામ મુમતાજ જહાં દેહલવી હતું.પરંતુ ફિલ્મો માટે મમુતાજમાંથી મધુબાલા બની.જે આગળ જતા લાખો ચાહકાના દિલની ધડકન બની ગઈ.
બોલીવુડની ટોપ હિરોઈનમાંથી એક ગણાતી કેટરીના કૈફનું અસલી નામ તમે નહીં જાણતા હો.મેને પ્યાર ક્યૂં ક્યાં ફિલ્મથી ફેમસ થયેલી કેટરીના કૈફનું અસલી નામ બીજું છે.કેટરીના કૈફનું રિયલ નેમ કેટરીના ટરકોટ્ટે છે.પરંતુ બોલિવુડમાં એન્ટ્રી લેવા માટે ટરકોટ્ટેમાંથી કૈફ કરવામાં આવ્યું.
13 ભાષાઓની લગભગ 220થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલ અભિનેતા જેકી શ્રોફએ બોલીવુડમાં અલગ ઓળખ ઉભી કરી છે.40 વર્ષના બોલિવુડ કરિયરમાં જેકી શ્રોફ અનેક હિટ ફિલ્મો આપી છે.જેકી શ્રોફનું સાચું નામ જયકિશન કાકુભાઈ શ્રોફ હતું.પરંતુ દર્શકોને સરળતાથી યાદ રહે તેના માટે તેમના સોર્ટ નેમ જેકી શ્રોફ કરવામાં આવ્યું.
એક્ટીગના અનોખા અંદાજથી બોલીવુડમાં ઓળખ બનાવનાર અભિનેતા ઈરફાન ખાનનું સાચું નામ ‘સાહબજાદે ઈરફાન અલી ખાન’ છે. ફિલ્મોમાં આવાના પહેલા આમણે પોતાનું નામ બદલીને ઈરફાન ખાન કરી નાખ્યું હતું. થોડા સમય સુધી તો તે આ નામની આગળ ખાન પણ લગાવતા હતા નહિ. ઈરફાને બોલિવુડમાં ‘ધ વોરિયર’ નામની ફિલ્મથી સફર શરૂ કરી હતી.
અમેરિકામાં જન્મેલા અને આમિર ખાનના ભાણેજ ઈમરાન ખાને પણ પોતાનું નામ બદલ્યું છે.તેના માતા-પિતાના ડિવોર્સ થઈ જતા ઈમરાન ખાને તેના નામ પાછળ માતાની સરનેમ લગાવી છે.જો કે તેનું મુળ નામ ઈમરાન જ હતું.પરંતુ સરનેમ બદલાઈ ગઈ છે.
બોલીવુડના ટ્રેજેડી કિંગના નામથી ઓળખાતા દિલિપ કુમારે 1944માં જ્વાર ભાટા ફિલ્ટથી ડેબ્યુ કર્યું હતું..બોલિવુડના દિગ્ગજ અભિનેતા દિલિપ કુમારનું અસલી નામ અલગ હતું.પરંતુ ફિલ્મો માટે મહોમદ યૂસુફ ખાનમાંથી દિલિપ કુમાર નામ કર્યું.
સલમાન અને શાહરૂખના સિનિયર અને બોલિવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ ગણાતા આમિર ખાને પણ પોતાનું નામ બદલ્યું છે.આમિર ખાનનું અસલી નામ મોહમ્મદ આમિર હુસેન ખાન છે.પરંતુ આ નામ ખુબ જ લાબું હોવાથી સરળતાથી યાદ રહે તેના માટે તેમણે માત્ર આમિર ખાન રાખ્યું.આમિર ખાનને 1884માં ફિલ્મ હોળીથી બોલિવુડમાં ડેબ્યું કર્યું.
બોલીવુડના ખેલાડી કહેવાતા અક્ષય કુમારનું અસલી અલગ છે.અત્યાર સુધી 100થી વધુ બોલિવુડ ફિલ્મમાં અક્ષય કુમાર દર્શકોના દિલ જીતી ચુક્યો છે.સૌગંધ ફિલ્મથી ડેબ્યુ કરનાર અક્ષય કુમારની આજે બોલિવુડની ટોપની હસ્તીઓમાં સમાવેશ થાય છે.પરંતુ અક્ષય કુમારનું અસલી નામ રાજીવ હરી ઓમ ભાટિયા છે.તેની પાછળનું કારણ એવું છે.અક્ષય કુમારની પહેલી ફિલ્મ ‘આજ’ 1987માં આવી હતી.આ ફિલ્મના લીડ એક્ટર ગૌરવના કેરેક્ટરનું નામ અક્ષય હતું.જેનાથી પ્રેરાઈ અક્ષય કુમારે રાજીવ હરી ઓમ ભાટિયામાથી અક્ષય કુમાર કર્યું.
બોલીવુડના સિંઘમ એટલે અજય દેવગણનું નામ પણ બદલેવું છે.વર્ષ 1991માં ફુલ ઓર કાંટે ફિલ્મથી અજય દેવગણે બોલીવુડમાં એન્ટ્રી કરી હતી.પરંતુ અજય દેવગણનું અસલી નામ વિશાલ દેવગણ છે.જેણે બોલીવુડ માટે પોતાનું નામ વિશાલ માંથી બદલી અજય દેવણગ કર્યું.