આખરે એક્ટ્રેસ અસિને દીકરીનું નામ અને ચહેરો લોકોને બતાવ્યા, લાગે છે વ્હાલી
અસિન અને રાહુલે તેમની દીકરીની બર્થડે પાર્ટી પિંક થીમ પર રાખી હતી. જ્યાં અરિનના કપડાથી લઈને ત્યાં લાગેલા ફુગ્ગા અને ડેકોરેશનમાં બધુ જ પિંક શેડમાં નજર આવી રહ્યું હતું. (ફોટો સાભાર @asin.rahul/Instagram)
અસિને 25 ઓક્ટોબર, 2017ના રોજ એક દીકરીને જન્મ આપ્યો હતો. (ફોટો સાભાર @asin.rahul/Instagram)
ગુરુવારે અરિનનો પહેલો જન્મદિવસ ખાસ અંદાજમાં ઉજવાયો હતો. અસિને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ સેલિબ્રેશનની તસવીરો શેર કરી હતી. (ફોટો સાભાર @simply.asin/Instagram)
અસિને દીકરીના એક એકથી ચઢિયાતા ફોટોગ્રાફ્સ શેર કર્યાં છે. (ફોટો સાભાર @simply.asin/Instagram)
અસિનના પતિ રાહુલે દીકરીની તસવીરો શેર કરતા લખ્યું કે, એક વર્ષ પહેલા એક સુંદર લિટલ આ દુનિયામાં આવી, હવે તે એક વર્ષની થઈ ગઈ છે. સમય કેટલો જલ્દી પસાર થાય છે. મારી દીકરી અરિનને જન્મદિવસની શુભકામનાઓ. તુ આટલી જલ્દી મોટી કેમ થઈ રહી છે?
અસિન અને રાહુલની પહેલી મુલાકાત અક્ષય કુમારે કરાવી હતી. બંનેના વચ્ચે પ્રેમથી લઈને લગ્ન સુધીની સફરના અક્ષય કુમાર સાક્ષી રહ્યાં છે. (ફોટો સાભાર @simply.asin/Instagram)