ટોપલેસ PHOTO જોઇ પૂછ્યો પ્રશ્ન- શું પુત્રએ કર્યા ક્લિક? અભિનેત્રીએ આપ્યો તાબડતોડ જવાબ
જોકે બ્રિટનની અભિનેત્રી અને મોડલ એલિઝાબેથ હર્લે (Elizabeth Hurley) એ તાજેતરમાં સોશિયલ મીડિયા પર ટોપલેસ તસવીરો શેર કરી હતી. https://www.instagram.com/p/CKeohSilW8I/
તેમની આ તસવીરો પર રાઇટર અને જર્નલિસ્ટ પીયર્સ મોર્ગને ખૂબ ટીકા કરી છે. મોર્ગને પોતાના ટોક શોમાં આ મુદ્દે સવાલ ઉઠાવ્યા અને કહ્યું 'તે શાનદાર લાગે છે પરંતુ તે આખરે કેમ આમ કરી રહી છે? અને તેમના ફોટા કોણ પાડે છે? તેમનો 18 વર્ષનો પુત્ર આ ફોટા ક્લિક કરી રહ્યો છે? શું આ વિચિત્ર નથી? ત્યારબાદ અભિનેત્રી ટ્રોલ થવા લાગી હતી.
જ્યારે મોર્ગનનું આ નિવેદન 55 વર્ષની અભિનેત્રી એલિઝાબેથ હર્લે (Elizabeth Hurley) એ સાંભળ્યું તો તે પણ ચૂપ ન રહી. તેમણે પણ ખૂબ બેબાક અંદાજમાં તેના પર જવાબ આપ્યો.
એલિઝાબેથ હર્લે (Elizabeth Hurley) એ મોર્ગનને જવાબ આપતાં કહ્યું કે આ ફોટા તેમના પુત્રએ ક્લિક કર્યા નથી. આ ફોટા તેમની 80 વર્ષને માતાએ ક્લિક કર્યા છે. તેમણે આગળ જણાવ્યું કે ગત વર્ષે લોકડાઉનના સમયથી જ તેમની માતા સાથે રહે છે.
તમને જણાવી દઇએ કે એલિઝાબેથ હર્લે (Elizabeth Hurley) જ પોતાની પોસ્ટ્સના કેપ્શનમાં ઘણીવાર બતાવી ચૂકી છે કે તેમનો પુત્ર જ મોટાભાગે તેમની તસવીરો ક્લિક કરે છે.
એલિઝાબેથ હર્લે (Elizabeth Hurley) એક સિંગલ મધર છે, તેમના પુત્રનું નામ ડેમિયન છે. તમામ તસવીર સાભાર: Instagram@elizabethhurley1