ભારતની સૌથી ધનાઢ્ય અભિનેત્રી.. ધર્મેન્દ્ર સાથે હિટ ફિલ્મ આપી, પરિણીત CM સાથે થયો પ્રેમ, લગ્ન વગર બની માતા
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર્સ છે, જેની પર્સનલ લાઇફ વિશે તેના ફેન્સ જાણતા નથી. આજે અમે તમને એક એવી અભિનેત્રી વિશે જણાવી રહ્યાં છીએ, જેનું નામ આજે પણ દેશની સૌથી ધનીક અભિનેત્રીઓના લિસ્ટમાં ગણવામાં આવે છે. તેણે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કરવાની સાથે-સાથે ખુબ નામના અને સંપત્તિ મેળવી. આ એક એવું નામ છે જેણે પોતાનું કરિયર ટોપ પર રહીને છોડી દીધું હતું.
તાજેતરમાં, હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટમાં, જુહી ચાવલાને સૌથી અમીર અભિનેત્રી જાહેર કરવામાં આવી હતી, જેની કુલ સંપત્તિ 4600 કરોડ રૂપિયા છે. પરંતુ શું તમે જાણો છો કે લગભગ 30 વર્ષ પહેલા એક અભિનેત્રી હતી જે જૂહી કરતા પણ વધુ અમીર હતી. તેમની સંપત્તિ એટલી બધી હતી કે મોટા મોટા રાજ પરિવારો પણ તેમની સામે નાના લાગતા હતા. પોતાની સંપત્તિની સાથે આ અભિનેત્રી તેની ફિલ્મો અને પરિણીત મુખ્યમંત્રી સાથેના તેના અફેરના સમાચારોને કારણે પણ ચર્ચામાં હતી. અહીં અમે વાત કરી રહ્યા છીએ 70ના દાયકાની ટોચની અભિનેત્રી જયરામ જયલલિતાની.
જે જયલલિતાએ પોતાના કરિયરની શરૂઆત 60ના દાયકાથી કરી હતી. તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. જયલલિતાએ પોતાના કરિયરમાં લગભગ 300 ફિલ્મોમાં કામ કર્યું. તે તમિલ અને તેલુગુ સિનેમાની સુપરસ્ટાર હતી અને તેણે કેટલીક બોલીવુડની હિટ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેણે 1968માં ફિલ્મ ઇજ્જતથી બોલીવુડમાં પર્દાપણ કર્યું હતું. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર હતા. પરંતુ તે ફિલ્મો કરતા રાજનીતિમાં આવીને ખુબ ચર્ચામાં રહ્યા હતા અને મોટી સંપત્તિ બનાવી હતી. કરિયરના પીક પર તેને જાણીતા અભિનેતા શોભન બાબૂ સાથે પ્રેમ થયો. પરંતુ તે પરિણીત હતા. બંનેની સાથે આવેલી છેલ્લી ફિલ્મ ડોક્ટર બાબૂ હતી.
આ પછી જયલલિતાના નજીકના સહયોગી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમજીઆરે તેમને રાજકારણમાં આવવાનું સૂચન કર્યું. 1980માં, જયલલિતાએ પોતાની શાનદાર ફિલ્મી કારકિર્દી છોડીને રાજકારણની દુનિયામાં પ્રવેશ કર્યો અને MGRની પાર્ટી AIADMKનો એક ભાગ બની ગયો. પાર્ટીમાં તેમની લોકપ્રિયતા વધવા લાગી, જેના કારણે તેમના વિરોધીઓ પણ સક્રિય થઈ ગયા. આ દરમિયાન તેમના પર ભ્રષ્ટાચારના આરોપ પણ લાગ્યા હતા. 1997માં ચેન્નાઈના પોઈસ ગાર્ડનમાં તેમના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન તેમના પર તેમની આવક કરતાં અપ્રમાણસર સંપત્તિ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અધિકારીઓએ દાવો કર્યો હતો કે તેણે તેની સંપત્તિ 188 કરોડ રૂપિયા જાહેર કરી હતી, પરંતુ તપાસમાં તેની કુલ સંપત્તિ 900 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું જાણવા મળ્યું હતું.
જયલલિલા પોતાની પ્રોફેશનલ લાઇફની સાથે-સાથે પોતાની પર્સનલ લાઇફને લઈને પણ ચર્ચાઓમાં રહી. શોભન બાબૂ સિવાય તેનું નામ પરિણીત એમજીઆર સાથે પણ જોડવામાં આવ્યું હતું. કહેવામાં આવે છે કે તે એમજીઆર સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા પરંતુ તે ક્યારેય તેને એક પત્નીનો દરજ્જો ન આપી શક્યા. જયલલિતાના લગ્નને લઈને પણ ઘણી અફવાઓ ઉડી હતી. લગ્ન અને પ્રેમની તેમની ઈચ્છા ક્યારેય પૂરી ન થઈ શકે. ત્યારબાદ તેણે પોતાના ભત્રીજા સુધાકરણને દતક લઈ પોતાના જીવનમાં માતાની ભૂમિકા ભજવી, પરંતુ જયલલિતાએ ક્યારેય લગ્ન કર્યાં નહોતા.