Relationship Tips: જયા બચ્ચનથી લઈ કેટરિના સુધીની અભિનેત્રીઓએ જણાવ્યું ક્યારે રિલેશનશીપમાં લેવો `યુ ટર્ન`
પીઢ અભિનેત્રી જયા બચ્ચને તાજેતરમાં કહ્યું હતું કે તેણીના મતે પાર્ટનર 'તુ' કે 'તુમ' શબ્દ વાપરે તે રેડ ફ્લેગ છે. તેણે કહ્યું હતું કે પાર્ટનર સાથે ખરાબ રીતભાતથી વાત કરવી એ તેના માટે રેડ ફ્લેગ છે. પાર્ટનરને તુ કહીને બોલાવવું અપમાનજનક લાગે છે. પાર્ટનરનું અપમાન થતું હોય તો સંબંધોમાંથી બ્રેક લઈ લેવો જોઈએ.
શેફાલી શાહે પણ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે સંબંધોમાં સૌથી મોટો રેડ ફ્લેગ પાર્ટનર દ્વારા અપમાન કરવું તે છે. તે માને છે કે સંબંધમાં સુરક્ષા, પ્રેમ અને સન્માન મહત્વપૂર્ણ છે. અનાદરની શરૂઆત હળવા મજાકથી થાય છે અને જો તમે તેને સમજી શકતા નથી તો પછી તે અપમાન જીવનનો એક ભાગ બની જાય છે અને તમે પણ એક મજાક બની જાવ છો.
અભિનેત્રી અનન્યા પાંડેએ તાજેતરમાં પ્રેમ અને સંબંધો વિશે વાત કરી હતી. જ્યારે તેને સંબંધોમાં રેડ ફ્લેગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે પણ કહ્યું કે અપમાન છે. ખાસ કરીને બીજાની સામે પાર્ટનર તમારું અપમાન કરે તે સ્વીકારવું નહીં. સાથે જ સંબંધોમાં બેવફાઈ પણ સ્વીકાર્ય નથી.
નોરા ફતેહી માને છે કે પાર્ટનરનું ગાયબ રહેવું એ સંબંધમાં મોટો રેડ ફ્લેગ છે. એક દિવસ વાત કરી દિવસો સુધી વાત ન કરે તે વ્યક્તિ સાથે સંબંધમાં આગળ વધવું નહીં. અથવા તો વ્યક્તિ તમારી સાથે ઉગ્રતાથી વાત કરે અને અન્ય યુવતીઓ સાથે શાંતિથી વાત કરે તો તમારે સંબંધમાંથી યુટર્ન લઈ લેવો જોઈએ.
કેટરીના કૈફ કોઈ રેડ ફ્લેગ વિશે વાત નથી કરી પરંતુ તેના પતિ વિકી કૌશલે કેટલાક ખુલાસા કર્યા હતા. વિકીને 'ગ્રીન ફ્લેગ હસબન્ડ' કહેવામાં આવે છે, તેણે કહ્યું હતું કે લગ્ન પછી તેણે કેટરીનાની એક ફરિયાદનું સમાધાન કરવું પડ્યું હતું. એક ઈન્ટરવ્યુમાં વિકીએ કહ્યું હતું કે કેટરિનાની સૌથી મોટી ફરિયાદ હતી કે ક્યારેક તે ખૂબ જ જીદ્દી થઈ જાય છે. જે આદતમાં તેણે સુધારો કર્યો છે.