Pics: રૂબિના દિલૈકથી લઈને ભારતી સિંહ સુધીની એ 5 અભિનેત્રી જે પતિ કરતાં કરે છે વધુ કમાણી
યે હૈ મોહબ્બતેની અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની મોટી સ્ટાર બની ગઈ છે. દિવ્યાંકાની કમાણી પતિ વિવેક દહિયાથી વધારે છે. દિવ્યાંકા પોતાના પતિ કરતાં વર્ષો પહેલાથી કામ કરી રહી છે. 2006માં બનુ મે તેરી દુલ્હનથી દિવ્યાંકા ત્રિપાઠીએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં કરિયરની શરૂઆત કરી હતી. અને પછી એક્તા કપૂરની સીરિયલ યે હૈ મોહબ્બતેથી ખુબ લોકપ્રીય થઈ. દિવ્યાંકા સૌથી મોંઘી અભિનેત્રી તરીકે પણ ઓળખાય છે. અભિનેત્રીની ફીસ 80 હજાર રૂપિયા છે.
ટીવીની દુનિયામાં વર્ષોથી પ્રખ્યાત કૉમેડિયન અને હોસ્ટ ભારતી સિંહે પણ ઘણી કમાણી કરી છે. અને હાલમાં જ તે એક પુત્રની માતા બની છે. ભારતી પતિ હર્ષ સાથે હોસ્ટ કરતી જોવા મળે છે. જોકે પતિ કરતાં વધારે પ્રખ્યાત છે. ભારતી તેના પતિ કરતાં બે ઘણી વધારે ફી ચાર્જ કરે છે.
નાના પડદા પર સંસ્કારી વહુથી લઈને કિન્નર વહુ જેવા પડકારજનક પાત્ર ભજવનાર અભિનેત્રી રૂબીના દિલૈક પતિ અભિનવ શુક્લાથી વધુ અમીર છે. રૂબીના દિલૈક ઘણા સમયથી ટીવીના શોઝમાં કામ કરી રહી છે. અને સારી કમાણી કરી રહી છે.
દિપિકા કક્કડ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રીઓમાંથી એક છે. તે સસુરાલ સિમર કા સીરિયલથી ઘણી પ્રખ્યાત થઈ અને આ જ સેટ પર તેઓ શોએબ ઈબ્રાહિમને મળી. હાલાંકી ઈબ્રાહિમે વચ્ચેથી સીરિયલ છોડી દિધી હતી અને બીજા અનેક શોઝમાં તેઓ જો મળ્યા હતા. દિપિકા અને શોએબે વર્ષ 2018માં લગ્ન કર્યાં હતા. બંનેની તુલના કરીએ તો દિપિકા પાસે શોએબ કરતાં વધુ મિલ્કત છે. દિપિકાએ બિગ બોસની ટ્રોફી પણ હાંસલ કરી છે. અને યૂટ્યૂબ પર પણ ફેમસ છે.
ભાભીજી ઘર પર હૈ સીરિયલની ગોરી મેમ એટલે સૌમ્યા ટંડન હવે માતા બની ગઈ છે. સૌમ્યા ટંડન પતિ કરતાં વધારે ફેમસ છે. તેઓએ પોતાના કોલેજ પ્રેમી દેવેન્દ્ર સિંહ સાથે લગ્ન કર્યા છે. બંનેનું અફેર લાંબા સમય સુધી ચાલ્યું હતું. સૌમ્યા ટંડને ટીવી સિવાય ફિલ્મોમાં પણ ઘણુ કામ કર્યું છે. પરંતુ સૌમ્યાએ પોતાની પોપ્યુલારિટી અને સુંદરતાનો ઘમંડ ક્યારેય નથી બતાયો.