Adani Group: અદાણીએ ગુજરાતમાં શરૂ કર્યું મોટા પ્રોજેક્ટ પર કામ, રોકેટ બન્યા શેર, વર્ષમાં 230% વધ્યો ભાવ

Mon, 11 Mar 2024-2:10 pm,

અદાણી ગ્રીન એનર્જી ટ્વેન્ટી ફોર એ લિમિટેડ અને અદાણી ગ્રીન એનર્જી ટ્વેન્ટી ફોર બી લિમિટેડ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) ની પેટાકંપનીઓ ખાવડામાં 448.95 મેગાવોટના સોલાર પાવર પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. આ પ્લાન્ટ્સ ચાલુ થવા સાથે, AGENની કુલ રિન્યૂએબલ પ્રોડક્શન કેપેસિટી વધીને 9,478 મેગાવોટ થઈ ગઈ છે. 

કંપનીએ 2030 સુધીમાં 45,000 મેગાવોટ ઉત્પાદન ક્ષમતાનું લક્ષ્ય રાખ્યું છે. 14 ફેબ્રુઆરી, 2024 ના રોજ આપવામાં આવેલી માહિતીમાં, કંપનીએ કહ્યું હતું કે તેના એકમો અદાણી ગ્રીન એનર્જી ટ્વેન્ટી ફોર એ અને અદાણી ગ્રીન એનર્જી ટ્વેન્ટી ફોર બીએ ખાવરામાં કુલ 551 ​​મેગાવોટના સોલર પાવર પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે.

અદાણી ગ્રીન એનર્જીના શેર ગત છ મહિનામાં 90% વધ્યા છે. છેલ્લા એક વર્ષમાં આ સ્ટોક 230% વધ્યો છે. ગયા વર્ષે આ શેરની કિંમત 589 રૂપિયા સુધી પહોંચી હતી. તેની 52 સપ્તાહની ઊંચી કિંમત રૂ. 2,016 અને 52 સપ્તાહની નીચી કિંમત રૂ. 590.10 છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 3,08,403.20 કરોડ છે.

અદાણી ગ્રીનનો શેર 2.82% વધીને રૂ. 1,983.6 ની ઇન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો હતો. આ સાથે કંપનીનું માર્કેટ કેપ પણ રૂ. 3.14 લાખ કરોડની ઇન્ટ્રાડે હાઇ પર પહોંચી ગયું છે.

30GW ઉર્જાવાળો દુનિયાનો સૌથી મોટો રિન્યૂએબલ એનર્જી પાર્ક 538 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે. તેનું ક્ષેત્રફળ 5 પેરિસ જેટલું છે. આ  FY29 સુધી આ પુરો થનાર આ પાર્કથી 15,200 નોકરીઓ જનરેટ થવાનું અનુમાન છે. આ પાર્ક સંયુક્ત રાષ્ટ્રના 2030 સુધી સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલનો ભાગ છે. આ પાર્ક FY29 સુધી પોતાના ઓપરેશનના 100% લક્ષ્ય સુધી પહોંચી જશે. 

FY29 સુધીમાં 30GW રિન્યુએબલ પાર્કની કામગીરી શરૂ થયા પછી 58 મિલિયન ટન CO2 નું ઉત્સર્જન ઘટશે. આ ઉત્સર્જન 60,300 ટન કોલસાના ઉત્સર્જન અથવા 1.26 કરોડ કારમાંથી ઉત્સર્જન જેટલું છે.  

અદાણી ગ્રીન એનર્જીના ખાવડા સ્થિત રિન્યૂએબલ એનર્જી પાર્કમાં બાઇફેશિયલ સોલાર PV મોડ્યૂલ, 5.2 MW ક્ષમતાવાળા ટરબાઇન જનરેટરનો ઉપયોગ કરવામાં આવશે. આ સાથે જ આ પાર્કમાં આર્ટિફિશિયલ ઇંટેલીજેન્સ તથા મશીન લર્નિંગ ઇંટિગ્રેશન પણ કરવામાં આવ્યું છે. જેથી રિયલ ટાઇમ પર ઓપરેશન અને પ્લાન્ટનું મોનિટરિંગ કરી શકાય. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link