TIPS: સુંદર વાળો માટે શેમ્પૂને ઘરે બનાવો, કંઇક આ રીતે

Tue, 28 Aug 2018-4:34 pm,

દરેક વ્યક્તિ પોતાના વાળ અને ચહેરાને પ્રેમ કરે છે. વાળની સુંદરતા માટે લોકો સારામાં સારા શેમ્પૂ, હેર માસ્ક અને તેલ લગાવે છે. તેમને આશા રહે છે કે આમ કરવાથી વાળ દેખાવમાં સુંદર લાગશે. આ સો ટકા સાચું છે કે વાળ પર થોડું ધ્યાન આપવાથી જોવામાં ઘણા સુંદર લાગી શકે છે. કેટલાક ઘરેલૂ નુસખાથી બાળને અનેક ગણો ફાયદો થઇ શકે છે. અમે આજે કેટલીક ઘરેલુ ટિપ્સ લઇને આવ્યા છીએ જે ખૂબ જ સિંપલ છે અને તેને અપનાવવાથી વાળ પન ઘણા વધુ સુંદર લાગશે. જી હા તમારે બસ શેમ્પૂમાં કેટલી જરૂરી વસ્તુઓ મિક્સ કરવાની છે શેમ્પૂ લગાવવાનું છે. તમે પણ એક નજર નાખો. 

ગ્લીસરીન: ગ્લીસરીનના 7,8 ટપકાં શેમ્પૂમાં મિક્સ કરીને લગાવવાથી વાળ મેનેજેબલ રહેશે. ગ્લીસરીન સ્કેલ્પને હાઇડ્રેટ રાખે છે. એટલા માટે શેમ્પૂમાં ગ્લીસરીન મિક્સ કરીને લગાવવાથી તમને ફાયદો થઇ શકે છે. 

મધ: જો તમને વાળ ખૂબ જ ડ્રાઇ લાગે છે તો તમે શેમ્પૂમાં એક નાની ચમચી મધ મિક્સ કરો. મધથી માથાના બેક્ટેરિયાનો ખાતમો થઇ જશે અને વાળને ચમક પણ મળે છે. પરંતુ પોતાના વાળને સારી રીતે ધોઇ લો નહીતર મધથી ચિકણાપણું રહી શકે છે.

આંબળાનો જ્યૂસ: આંબળાનો જ્યૂસ વાળ માટે ખૂબ ફાયદાકારક હોય છે. જો એક નાની ચમચી આંબળાનો જ્યૂસ શેમ્પૂમાં મિક્સ કરવામાં આવે તો સમયની સાથે વાળ કાળા થઇ જશે. તેનાથી વાળ પણ વધે છે અને કંડીશનરની માફક કામ કરે છે. તમે હંમેશા શેમ્પૂની સાથે તેને લગાવી શકો છો અને સમય સાથે વાળ કાળા પણ થાય છે.

એલોવેરા જેલ: એલોવેરા જેલ ના ફક્ત ચહેરા પરંતુ વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે. જો એલોવેરા પલ્સને સારી રીતે શેમ્પૂમાં મિક્સ કરીને લગાવવામાં આવે તો તેનાથી માથામાં ખંજવાળ આવતી નથી અને સ્કેલ્પ પણ ઓઇલી થતા નથી. એલોવેરા જેલથી વાળ તૂટતા અટકે છે. શેમ્પૂમાં એલોવેરા જેલ લગાવવાથી વાળ ખૂબ જ સારી સફાઇ આપે છે. 

ટ્રી ટ્રી ઓઇલ: ટ્રી ટ્રી ઓઇલમાં એંટીબેક્ટેરિયા અને એંટીફંગલ ગુણ હોય છે. તમારા શેમ્પૂમાં ટી ટ્રી ઓઇલના થોડા ટપકાં નાખો અને તેનાથી શેમ્પૂ કરો. સારી વાત એ છે કે બાકી ડેંડ્રફ શેમ્પૂની માફક નથી અને વાળને નેચરલ ઓઇલને યથાવત રાખે છે. તેનાથી સ્કેલ્પનું ઇંફેક્શન ઓછું થવાની સંભાવના પણ ઓછી રહે છે. 

લીંબુનો રસ: તમારા શેમ્પૂમાં લીંબુના રસના થોડા ટપકાં મિક્સ કરવાથી વાળની ગાઢતાથી સફાઇ થાય છે. આ ખાસકરીને તેમના માટે સારું હોય છે જેના સ્કેલ્પ સુધી વધુ ગંદકી જમા થાય છે. જો વાળમાંથી સરળતાથી તેલ જતું નથી અથવા વાળ પણ વધુ ગંદા હોય તો લીંબુથી સારી રીતે સફાઇ થાય છે. લીંબુથી સ્કેલ્પનું પીએચ સ્તર પર બેલેંસ રહે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link