Adipurush કરતા તો AI એ સારી રીતે તૈયાર કર્યા રામાયણના આ પાત્રો, Photos થઈ ગયા વાયરલ, તમે પણ જુઓ

Tue, 20 Jun 2023-11:53 am,

આદિપુરુષ ફિલ્મના કેરેક્ટર્સ પર અનેક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. ફિલ્મને ટીકાઓનો સામનો કરવો પડી રહ્ય છે. ખાસ કરીને સૈફ અલી ખાન દ્વારા નિભાવવામાં આવેલા રાવણના ચિત્રણની ટીકા થઈ રહી છે. અનેક લોકોએ તેની દાઢી, આધુનિક વાળ શૈલી, અને આકર્ષક કવચ પર નિરાશા વ્યક્ત કરી છે. 

વિવાદ વચ્ચે શાહિદ નામના એક એઆઈ કલાકારે તસવીરોની એક શ્રેણી બનાવી જેણે એઆઈના ઉપયોગથી સૈફને રાવણમાં ફેરવ્યો અને પરિણામોએ મહત્વપૂર્ણ ધ્યાન આકર્ષિત કર્યું. કલાકારે ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતા લખ્યું કે રાવણ સ્વરૂપમાં સૈફ અલી ખાનની ફરીથી કલ્પના.

એઆઈ કલાકાર શાહિદે કૃતિ સેનના ચહેરાને વધુ આકર્ષક કરતા માતા સીતાને ખુબ જ સુંદર સ્વરૂપ આપ્યું. લોકોએ તસવીરને જોયા બાદ એઆઈ તસવીરને વધુ પસંદ કરી. 

ફિલ્મમાં ભગવાન રામના નાના ભાઈ લક્ષ્મણ તરીકે સની સિંહ નિજ્જરને દેખાડવામાં આવ્યો. પરંતુ ટ્રેલરથી લઈને ફિલ્મ સુધી કોઈ પણ પરિવેશમાં લક્ષ્મણના કેરેક્ટરે કોઈ છાપ છોડી નથી. ન તો સનીનો વધુ ઉલ્લેખ કરાયો. 

આદિપુરુષમાં ભગવાન હનુમાનના પાત્રને નિભાવનારા દેવદત્ત નાગેને લોકોએ ખુબ ઓછા પસંદ કર્યા. લોકોની આશા તેના કરતા ઘણી વધુ હતી. જો કે આ પાત્રની પણ એઆઈ  તસવીર સામે આવી છે જેને લોકો પસંદ કરી રહ્યા છે.   

રાવણ તરીકે સૈફ અલી ખાનની એઆઈ તસવીર પર યૂઝર્સની અનેક કમેન્ટ્સ આવી રહી છે. અનેક લોકોએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આદિપુરુષમાં ઓમ રાઉતના ચિત્રણની સરખામણીમાં રાવણનું આ વર્ઝન ઘણું આકર્ષક છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link