Aditya L1: નજીક જવાની જરૂર નથી, આટલી દૂરથી નજર ઉઠાવીને સૂરજને વાંચી લેશે આદિત્ય L1

Sat, 02 Sep 2023-1:38 pm,

આદિત્ય L1 મિશન પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટરના અંતરે સ્થાપિત કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે આદિત્ય મિશન જ્યાંથી સૂર્ય સુધી કામ કરશે ત્યાંનું અંતર લગભગ 140 મિલિયન કિમી છે.

આદિત્ય L1 પાસે કુલ સાત પેલોડ્સ છે, જેમાંથી ચાર પેલોડ્સ સૂર્યના કિરણોનો અભ્યાસ કરશે જ્યારે ત્રણ પેલોડ્સ સપાટીનો અભ્યાસ કરશે.

સૂર્યની બહારની સપાટી પરથી નીકળતા કિરણોનો અભ્યાસ કરીને એ જાણી શકાશે કે સૂર્યના કોર એરિયામાં શું ચાલી રહ્યું છે, આદિત્ય ફોટોસ્ફિયરમાં થતી અસામાન્ય પ્રવૃત્તિઓ વિશે પણ માહિતી આપશે.

જે જગ્યાએ આદિત્ય L1 મિશનની સ્થાપના કરવામાં આવી રહી છે, ત્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એકબીજાના પ્રભાવને શૂન્ય કરે છે.

ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ દુનિયાની નજર આદિત્ય એલ1 મિશન પર ટકેલી છે. પૂર્વ ISS કમાન્ડર ક્રિસ હેડફિલ્ડે તેને માત્ર ભારત માટે જ નહીં પરંતુ વિશ્વ માટે ખાસ ગણાવ્યું હતું.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link