Ginger Garlic Paste: આદુ-લસણની પેસ્ટ આ રીતે કરશો સ્ટોર તો 6 મહિના સુધી રહેશે ફ્રેશ, રસોઈ કરતી વખતે બચશે સમય
આ પેસ્ટને સ્ટોર કરતી વખતે કેટલીક સરળ ટીપ્સનું ધ્યાન રાખશો તો આદુ-લસણની પેસ્ટ ઝડપથી ખરાબ નહીં થાય, તેમાંથી વાસ પણ નહીં આવે અને તમે 6 મહિના સુધી પેસ્ટને ચિંતા વિના યુઝ કરી શકશો. જ્યારે પણ તમે યુઝ કરશે આદુ-લસણ ફ્રેશ હોય તેવી જ સ્મેલ આવશે.
આદુ લસણની પેસ્ટને મહિનાઓ સુધી ફ્રેશ રાખવી હોય અને સ્ટોર કરવી હોય તો આદુ-લસણની બારીક પેસ્ટ બનાવીને પછી તેને આઇસ ટ્રેમાં ભરી અને ડીપ ફ્રીઝ કરી લો. પેસ્ટ જ્યારે બરફના ટુકડાની જેમ જામી જાય તો તેને પ્લાસ્ટિકની ઝીપ બેગમાં ભરીને ફ્રીઝરમાં જ સ્ટોર કરો અને જરૂર અનુસાર એક-એક ટુકડાને ઉપયોગમાં લો.
આદુ લસણની પેસ્ટ સ્ટોર કરવી હોય તો પ્લાસ્ટિકના ડબ્બાનો ઉપયોગ ન કરવો. હંમેશા કાચના એર ટાઈટ ડબ્બામાં ભરીને જ આદુ લસણની પેસ્ટને ફ્રિજમાં સ્ટોર કરો.
લાંબા સમય સુધી આદુ અને લસણને પ્રિઝર્વ કરવા હોય તો આદુ અને લસણને બરાબર રીતે ધોઈ અને તડકામાં સુકવી લો. ત્યાર પછી બંનેનો પાવડર બનાવીને ફ્રિજમાં એર ટાઈટ કન્ટેનરમાં ભરી સ્ટોર કરી લો.
આદુ અને લસણની પેસ્ટ બનાવો ત્યારે તેમાં તેલ અને નમક ઉમેરી દેવાથી પણ પેસ્ટ લાંબા સમય સુધી ફ્રેશ રહે છે અને કાળી પણ પડતી નથી.