600થી વધુ એડલ્ટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી ફેમસ સ્ટારનું શંકાસ્પદ સ્થિતિમાં મોત, શરીર પર ગોળીના નિશાન
પોલીસ અધિકારીઓના જણાવ્યાં મુજબ પોર્ન સ્ટાર ડાહલિયા સ્કાયના શરીર પર બંદૂકની ગોળીઓના નિશાન હતા. એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે ડાહલિયાએ પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. જો કે હજુ કઈ પણ સ્પષ્ટ રીતે કહેવું મુશ્કેલ છે.
સ્થાનિક મીડિયા આઉટલેટ સાથે વાત કરતા એલએપીડી જાસૂસ ડેવ પેટેકે કહ્યું કે પોર્ન સ્ટાર ડાહલિયાનો મૃતદેહ 30 જૂનના રોજ મળી આવ્યો હતો. હાલ તપાસ આત્મહત્યાના એંગલથી થઈ રહી છે. હજુ એવા કોઈ પુરાવા મળ્યા નથી કે જેનાથી કહી શકાય કે તેની હત્યા થઈ અથવા તો તેની સાથે કઈ ખોટું થયું.
એવું કહેવાય છે કે સ્કાય બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી હતી અને હાલમાં જ તે ડિપ્રેશનનો પણ ભોગ બની હતી. એડલ્ટ ફિલ્મ નિર્માતા હંસે પણ સ્કાયની કેન્સર સામેની લડત અંગે સ્થાનિક મીડિયામાં વાત કરી હતી. તેમણે કહ્યું કે બીમારી દરમિયાન મે તેના જીવન વિશે અનેકવાર વાત કરી, આ તેના માટે સરળ નહતું.
ડાહલિયાએ છેલ્લીવાર 22 જાન્યુઆરીએ ઈન્સ્ટાગ્રામ પર એક સફેદ ટોપમાં પોઝ આપતા ફોલોઅર્સને પૂછ્યું હતું કે તમે મારા આઉટફિટ વિશે શું વિચારો છો? તેના આ ફોટા પર હવે યૂઝર્સ ખુબ કમેન્ટ કરી રહ્યા છે.
એક યૂઝરે લખ્યું કે ભગવાન તમારા આત્માને શાંતિ આપે રાજકુમારી, જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું કે શું આ ખરેખર સાચુ છે? કાશ આવું ન હોય. ભગવાન તમારા આત્માને શાંતિ આપે સ્કાય.
પોતાની કરિયર દરમિયાન ડાહલિયા સ્કાયે છેલ્લા એક દાયકામાં 600થી વધુ એડલ્ટ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેને ફીમેલ પરફોર્મર ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો હતો.