સ્વર્ગની પરીઓને પણ પાછળ પાડી દે તેવી છે અફઘાની મહિલાઓ, સોશિયલ મીડિયા પર ટપોટપ પડી રહી છે તસવીરો
આ વિરોધમાં અફઘાન મહિલાઓ સોશિયલ મીડિયા પર તૂટી પડી છે. #AfghanistanCulture હેશટેગ સાથે અફઘાન મહિલાઓએ એક અભિયાન શરૂ કર્યું છે. જેમાં તેઓ પરંપરાગત અફઘાન ડ્રેસ પહેરીને તસવીરો શેર કરી રહી છે.
આ અફઘાની મહિલાઓનો તાલિબાન સરકાર સામેનો એક પ્રકારનો વિરોધ છે. અત્યાર સુધી આ હેશટેગ સાથે અસંખ્ય તસવીરો ટ્વીટ કરાઈ છે, જેમાં મહિલાઓ બુરખો અને હિજાબનો વિરોધ દર્શાવી રહી છે.
મહિલાઓના કપડા પર તાલિબાનના પ્રતિબંધના વિરોધને વધુ તેજ કરવા માટે #AfghanistanCulture, #AfghanWomen અને #DoNotTouchMyClothes ટ્રેન્ડ કરવામાં આવી રહ્યુ છે.