12 વર્ષ બાદ 2025માં મિથુન રાશિમાં બનશે શક્તિશાળી રાજયોગ, 5 રાશિવાળાને મોજ પડી જશે, રાતોરાત ભાગ્ય પલટાશે, નસીબ આપશે સાથ!
2025માં વૃષભ રાશિથી મિથુન રાશિમાં ગોચર થશે અને આ જ વર્ષે ગુરુ મિથુન રાશિથી કર્ક રાશિમાં પણ લગભગ 3 મહિના માટે આવશે પરંતુ પાછા મિથુન રાશિમાં જશે. ગુરુના મિથુન રાશિમાં ગોચરથી 12 વર્ષ બાદ મિથુન રાશિમાં ગજકેસરી નામનો રાજયોગ બનશે. 2025માં ગજકેસરી રાજયોગથી મિથુન સહિત કઈ રાશિઓને ફાયદો થઈ શકે તે ખાસ જાણો.
2525માં ગજકેસરી યોગ મિથુન રાશિમાં કેવી રીતે બનશે. આખરે ગજકેસરી યોગ કેવી રીતે બને છે એ પહેલા સમજી લો. જ્યોતિષ શાસ્ત્રનો નિયમ છે કે જ્યારે પણ ચંદ્રમા અને ગુરુ સાથે કોઈ પણ રાશિમાં ભેગા થાય તો ગજકેસરી યોગ બને છે. આ ઉપરાંત ગુરુ અને ચંદ્રમા જ્યારે પણ એકબીજાથી કેન્દ્ર ભાવમાં એટલે કે ચતુર્થ, સપ્તમ કે દશમ ભાવમાં હોય તો ગજકેસરી યોગ બને છે.
જ્યોતિષ શાસ્ત્રના આ નિયમ મુજબ 2025માં જ્યારે મિથુન રાશિમાં ગુરુ અને ચંદ્રમાનો સંયોગ થશે તો મે મહિનાથી ગજકેસરી યોગના પ્રભાવથી કેટલીક રાશિઓને ફાયદો થશે. જાણો તે લકી રાશિઓ વિશે.
28મી મે 2025ના રોજ પહેલીવાર ગુરુ અને ચંદ્રમાનો સંયોગ એટલે કે યુતિ થશે. આવામાં મિથુન રાશિવાળા માટે અહીંથી ઉત્તમ સમય શરૂ થશે. આ જાતકોને ધર્મ કર્મના કામોમાં રસ રહેશે. પરિવારમં બધુ સારું રહેશે. બિઝનેસમાં સારા પરિણામો મળશે. બૌદ્ધિક ક્ષમતા અને કાર્યકુશળતાનો તમને લાભ મળશે. તમને વિદેશ પ્રવાસની તક મળી શકે છે.
મિથુન ઉપરાંત બુધની જ બીજી રાશિ કન્યા વાળા માટે પણ ગજકેસરી યોગ લાભકારી રહે છે. આ વર્ષે ગજકેસરી યોગથી કન્યા રાશિવાળાને ખુબ સુખ મળશે. આ જાતકોને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળશે. લગ્નજીવનમાં સુખ મળશે અને કુવારાઓ માટે માંગા આવશે. જે લોકો વિદેશ પ્રવાસ કે વિદેશમાં કામ કરવા માટે ઉત્સુક છે તેમને સફળતા મળશે.
તુલા રાશિથી નવમ ભાવમાં ગુરુ અને ચંદ્રમાની યુતિથી ગજકેસરી યોગ બનશે. આ જાતકોને પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદોનું સમાધાન મળશે. મકાન દુકાન ખરીદવાનું વિચારી શકો છો. લગ્ન જીવન આનંદમય રહેશે. કોઈ ધાર્મિક મુસાફરીનું સૌભાગ્ય મળી શકે છે. વેપાર વિસ્તરશે.
ધનુ રાશિથી સાતમા ભાવમાં ગુરુ અને ચંદ્રમાની યુતિથી 2025માં ગજકેસરી યોગ બનશે. આ જાતકોની લવલાઈફની સાથે સાથે પરિવારમાં સારું રહેશે. પરિણીત હશો તો સાસરેથી લાભ મળશે. કુંવારા લોકોને લગ્નના સંયોગ બનશે. આ રાશિવાળાને આર્થિક લાભ થશે.
2025માં કુંભ રાશિ પર ગજકેસરી યોગનો સારો પ્રભાવ રહશે. કુંભ રાશિ માટે 2025માં ગુરુનું મિથુનમાં ગોચર, અને મિથુન રાશિમાં ગજકેસરી યોગનું બનવું ફળદાયી રહેશે. બિઝનેસમાં લાભ થશે. સાડા સાતીના અંતિમ તરણમાં ચાલી રહેલા કુંભ રાશિના જાતકોને કરિયરમાં પ્રગતિ થશે. શિક્ષણના ક્ષેત્રે પણ કુંભ રાશિના જાતકોને સફળતા મળશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.