Adipurush Cast Fees: વિવાદ વચ્ચે જાણી લો `આદિપુરૂષ`ના સ્ટાર કાસ્ટની ફી, માત્ર પ્રભાસની ફી સાંભળી ચોંકી જશો
આદિપુરૂષને ઓમ રાઉતે ડાયરેક્ટ કરી છે, જેમાં પ્રભાસ શ્રી રામની ભૂમિકામાં છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં પ્રભાસે પોતાની ભૂમિકા માટે 100 કરોડની ફી લીધી છે. ત્યારબાદ પ્રભાસ સૌથી વધુ ફી લેનારો એક્ટર બની ગયો છે.
ફિલ્મમાં કૃતિ સેનન સીતાની ભૂમિકામાં છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આદિપુરૂષ માટે કૃતિએ ત્રણ કરોડ રૂપિયા ચાર્જ કર્યો છે.
આદિપુરૂષમાં સૈફ અલી ખાન રાવણની ભૂમિકા નિભાવી રહ્યાં છે. ભલે ફેન્સને સૈફ અલી ખાનનું રાવણ રૂપ પસંદ ન આપ્યું પરંતુ તે માટે તેણે મોટી રકમ લીધી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે રાવણના રોલ માટે સૈફે 12 કરોડ રૂપિયા ફી લીધી છે.
ફિલ્મમાં એક્ટર સની સિંહ રામ જીના નાના ભાઈ લક્ષ્મણની ભૂમિકા નિભાવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ પાત્ર માટે સની સિંહને 1.5 કરોડ રૂપિયા મળ્યા છે.
ફિલ્મમાં જન્નત ગર્લ સોનલ ચૌહાણ (Sonal Chauhan) પણ મહત્વની ભૂમિકામાં નજર આવશે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ માટે સોનલે 50 લાખ રૂપિયા ચાર્જ લીધો છે.
તમને જણાવી દઈએ કે આદિપુરૂષ 12 જાન્યુઆરી 2023ના રિલીઝ થશે. ફિલ્મનું બજેટ 450 કરોડ રૂપિયા છે. આ ફિલ્મ હિન્દી સિવાય તમિલ અને તેલુગૂ ભાષામાં પણ રિલીઝ થશે.