OTT પર આવ્યા બાદ ચમકી આ અભિનેતાઓની કિસ્મત, રાતોરાત બની ગયા સ્ટાર
પંકજ ત્રિપાઠીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ વેબ સિરીઝ 'મિર્ઝાપુર'માં કાલીન ભૈયાની ભૂમિકા ભજવી ત્યાર પછી તેમને ઓળખ મળી. આ વેબ સિરીઝ પછી પંકજ ત્રિપાઠીની કિસ્મત ખુલી ગઈ અને તેની લોકપ્રિયતા વધી ગઈ.
પંકજ ત્રિપાઠી પછી બીજું નામ જિતેન્દ્ર કુમારનું આવે છે. જિતેન્દ્ર ઘણી વેબ સિરીઝમાં જોવા મળ્યો છે. વેબ સિરીઝમાં કામ કરીને જ જિતેન્દ્ર લોકપ્રિય કલાકાર બન્યો છે. તેની હીટ વેબ સિરીઝમાં 'કોટા ફેક્ટરી' અને 'પંચાયત'નો સમાવેશ થાય છે.
'પ્યાર કા પંચનામા' ફિલ્મથી બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર દિવ્યેન્દુને લોકપ્રિયતા OTT પ્લેટફોર્મ પર જ મળી. આ ફિલ્મ પછી દિવ્યેન્દુ ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો પરંતુ તેની લોકપ્રિયતા ન મળી. પરંતુ વેબ સિરીઝ 'મિર્ઝાપુર' માં મુન્ના ભૈયાના પાત્ર ભજવ્યા બાદ દિવ્યેંદુ રાતોરાત સ્ટાર બની ગયો.
બોલિવૂડમાં ઘણા વર્ષો સુધી સફળતા માટે સંઘર્ષ કરી ચુકેલા બોબી દેઓલની ડૂબતી કારકિર્દીને વેબ સિરીઝ 'આશ્રમ' એ બચાવી. બોબી દેઓલે આ વેબ સિરીઝમાં બાબા નિરાલાનું પાત્ર ભજવ્યું છે. આ સિરીઝ પછી બોબી દેઓલે ફરીથી ચર્ચામાં આવ્યો. આ વેબ સિરીઝમાં બોબી દેઓલના અભિનય સાથે તેના ઈન્ટિમેટ સીન્સની પણ ખૂબ ચર્ચા થઈ હતી.