Corona નો પ્રકોપ ઘટ્યો, 8 મહિના બાદ આ રાજ્યોમાં શાળાઓ ખૂલશે, જાણો ગુજરાત સામેલ છે કે નહીં?

Sun, 13 Dec 2020-1:26 pm,

ઉત્તરાખંડ સરકારે 15 ડિસેમ્બરથી શાળાઓ ખોલવાનો નિર્ણય લીધો છે. આ માટે સંબંધિત અધિકારીઓને આદેશ જાહેર કરાયા છે. શરૂઆત મોટા વર્ગથી થશે ત્યારબાદ નાની કક્ષાઓના બાળકોને પણ બોલાવવામાં આવશે. 

હરિયાણામાં 14 ડિસેમ્બરથી ધોરણ 10 અને ધોરણ 12 ખૂલી જશે. બોર્ડ પરીક્ષાઓના કારણે બંને કક્ષાના બાળકોને પહેલા બોલાવવામાં આવી રહ્યા છે. ત્યારબાદ 21 ડિસેમ્બરથી ધોરણ 9 અને ધોરણ 11 માટે શાળાઓ ખૂલશે. 

મહારાષ્ટ્રમાં ધોરણ 9-12 સુધીની શાળાઓ ગત મહિને ખૂલી ગઈ છે. પરંતુ કોરોનાના કારણે ધોરણ 5થી ધોરણ 8ના વર્ગો બંધ છે. સરકાર વિચાર કરી રહી છે કે જો સ્થિતિ સારી થાય તો જાન્યુઆરીથી નાના ધોરણોના બાળકોને પણ બોલાવવામાં આવી શકે છે. 

બિહારમાં પણ 8માં ધોરણ સુધીની શાળાઓ જલદી ખૂલી શકે છે. જો કે ઓડિશામાં શાળાઓ ખોલવા પર સરકાર અસમંજસમાં છે. ત્યાં હાલ સરકાર શાળાઓ ખોલવા પર કોઈ નિર્ણય લઈ શકી નથી.

દિલ્હી, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મિઝોરમમાં આ વર્ષે શાળાઓ નહીં ખૂલે. આ રાજ્યોની સરકારોએ જાહેરાત કરી છે કે કોરોના રસી નહીં આવે ત્યાં સુધી તેઓ શાળાઓ ખોલશે નહીં. મધ્ય પ્રદેશમાં પણ 8માં ધોરણ સુધીની શાળાઓ 31 માર્ચ 2021 સુધી બંધ કરવાની જાહેરાત કરાઈ છે. 

દેશના અન્ય રાજ્યો હજુ પણ શાળાઓ ખોલવા મુદ્દે અસમંજસમાં ફસાયેલા છે. હાલ તેઓ કોરોના રસીની રાહ જોઈ રહ્યા છે. જો ભારતમાં જાન્યુઆરીથી રસીકરણ શરૂ થઈ જાય તો બની શકે કે ફેબ્રુઆરીથી અનેક રાજ્યો શાળાઓ ખોલી(School reopen) નાખે. 

દેશમાં કોરોના (Corona virus)ની કથળેલી સ્થિતિ હવે નિયંત્રણમાં આવતી જોવા મળી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા  30,254 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 98,57,029 પર પહોંચ્યો છે. જેમાંથી 3,56,546 લોકો હજુ પણ સારવાર હેઠળ છે જ્યારે  93,57,464 લોકો સાજા થઈ ગયા છે. કોરોના વાયરસના કારણે એક જ દિવસમાં 391 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,43,019 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 33,136 લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશમાં કોરોનાના કુલ 15,37,11,833 ટેસ્ટ કરાયા છે. જેમાંથી 10,14,434 ટેસ્ટ 12મી ડિસેમ્બરે એટલે કે ગઈ કાલે કરાયા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link