Disease X: કોરોના વચ્ચે વૈજ્ઞાનિકોએ આપી નવા વાયરસની ચેતાવણી, થઇ શકે છે 7.5 કરોડ લોકોના મોત

Thu, 11 Mar 2021-7:43 pm,

WHO નું અનુમાન છે કે દર વર્ષે આ બિમારીના લીધે લગભગ એક અરબ કેસ સામે આવી શકે છે અને લાખો લોકોના મોત થઇ શકે છે. 

હેલ્મહોલ્ટ્ઝ-સેંટરના ડો. જોસેફ સેટલએ ધ સન ઓનલાઇનને જણાવ્યું કે 'જાનવરોની કોઇ પણ પ્રજાતિ આ બિમારીનો સ્ત્રોત હોઇ શકે છે. સંભાવના તે સમૂહો માટે વધુ છે, જ્યાં ઉંદર અને ચામાચિડિયા જેવી વધુ પ્રજાતિઓ છે. તેમણે કહ્યું કે આ પ્રજાતિઓના અનુકૂળ ક્ષમતા પર નિર્ભર કરે છે. 

હાલ આ બિમારી વિશે કંઇ ખાસ જાણવા મળ્યું નથી પરંતુ શોધકર્તાઓનું કહેવું છે કે આ અજ્ઞાત બિમારી આગામી મહામારી બની શકે છે. તેનો એક દર્દી કાંગોમાં મળ્યો હતો. કોંગોમાં મળેલા દર્દીને ભારે તાવ હતો અને સાથે જ ઇન્ટરનલ બ્લીડિંગ પણ થઇ રહ્યું હતું. તેને ઇબોલા ટેસ્ટ કરાવ્યો, પરંતુ તે નેગેટિવ આવ્યો. 

વૈજ્ઞાનિકને ડર છે કે આગામી મહામારી બ્લેક ડેથથી પણ વધુ ખતરનાક છે, જેમાં 7.5 કરોડ લોકોના મોત થયા હતા અને ડિઝીઝ એક્સ વાયરસ તેનાથી વધુ ખતરનાક હોઇ શકે છે. એટલું જ નહી આગામી સમયમાં માનવ જાતિને દર પાંચ વર્ષમાં સ્વાસ્થ્ય સંકટનો સામનો કરવો પડી શકે છે. EcoHealth Alliance ના અનુસાર દુનિયામાં હાલ 1.67 મિલિયન અજ્ઞાત વાયરસમાંથી 827000 જાનવરોથી મનુષ્યોમાં આવે છે. 

કોવિડ 19 આ વાતનું ઉદાહરણ છે કે કેવી રીતે જાનવરોમાંથી માણસમાં પહોંચેલો વાયરસ સમગ્ર માનવ જાતિ માટે ખતરો ઉભો કરી શકે છે. બર્ડ ફ્લૂ, SARS, MERS, Nipah અને યલો ફીવર તમામ વાયરરસના સામાન્ય ઉદાહરણ છે, જે પહેલાં જાનવરોમાં ઉત્પન્ન થયા હતા અને પછી માણસોમાં પહોંચી ગયા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link