નામ અપડેટ થયા બાદ કેટલા દિવસે ઘરે પહોંચે છે પેન કાર્ડ? જાણી લેજો, પછી કહેતા નહીં કે...

Sat, 28 Sep 2024-4:35 pm,

ભારતમાં રહેવા માટે લોકોની પાસે કોઈકને કોઈ ડોક્યૂમેન્ટ હોવું આવશ્યક છે. આ ડોક્યૂમેન્ટની જરૂરિયાત તાજેતરમાં કોઈને કોઈ કામમાં જરૂર પડે છે. 

તેમાં ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ, રાશન કાર્ડ, આધાર કાર્ડ અને પેન કાર્ડ જેવા ઘણા જરૂરી દસ્વાવેજ સામેલ હોય છે. 

તેમાં અમુક દસ્તાવેજ એવા હોય છે જેના વગર તમારા જરૂરિ કામ અટકી પડે છે અને પેન કાર્ડ આવું જ દસ્તાવેજ છે.  

પેન કાર્ડની જરૂરિયાત તમારા બેંકના કામો માટે અને ઈન્કમટેક્ષ રિટર્ન ભરવા માટે પડે છે. તેના વગર કોઈ કામ થઈ શકશે નહીં.

ઘણી વખત પેન કાર્ડમાં લોકોના નામ ખોટા છપાઈ જાય છે. જે આધાર કાર્ડ જેવા અન્ય દસ્તાવેજો સાથે મેળ ખાતો નથી. પરંતુ તેને અપડેટ કરી શકાય છે.

અવારનવાર લોકોના મનમાં એક સવાલ આવે છે કે પાન કાર્ડમાં નામ અપડેટ કર્યા બાદ પાન કાર્ડ ડિલિવર થવામાં કેટલો સમય લાગે છે.

તો ચાલો તમને જણાવીએ કે નવા પાન કાર્ડ માટે કેટલો સમય લાગે છે. અપડેટેડ પાન કાર્ડની ડિલિવરી થવામાં તેટલો જ સમય લાગે છે. 15 થી 20 દિવસમાં નામ અપડેટ થયા પછી પાન કાર્ડ તમારા રજિસ્ટર્ડ સરનામા પર પહોંચાડવામાં આવે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link