Provident Fund: તમારા EPFમાં થઈ જશે 66 ટકાનો વધારો, હવે તમે કરોડપતિ બનીને થશો રિટાયર્ડ
EPF નિયમ મુજબ જો તમે PFના સંપૂર્ણ રૂપિયા ઉપાડી લો છો તો તેના પર ટેક્સ લાગતો નથી. PFમાંથી પૂરા રૂપિયા ઉપાડવા માટે વેજ કોડ લાગુ થયા પછી જ્યારે પગાર 50 ટકા ઉપર હોય અને તેના પર PF યોગદાન કપાશે. આ પ્રકારનું યોગદાન કપાશે તે PF ફંડ પણ કપાશે.
માની લો કે તમારી ઉમર 35 વર્ષ છે અને તમારો પગાર મહિને 60,000 રૂપિયા છે. આ કેસમાં 10 ટકા વર્ષનું ઈન્ક્રીમેન્ટ માનવામાં આવે છે. તો PFનો વ્યાજદર 8.5 ટકા થવા પર રિટાયર્ડમેન્ટ થવાની ઉંમર સુધી એટલે કે 25 વર્ષ પછી તમારા PFનું કુલ બેલેન્સ 1,16,23,849 રૂપિયા થશે.
હવે તેના વર્તમાન EPFથી તેના તેના PF બેલેન્સ સાથે સરખાવીએ તો રિટાયર્ડમેન્ટ પછી PF બેલેન્સની રકમ 69,74,309 રૂપિયા થાય છે. નવા વેજ નિયમથી PF બેલેન્સ જુના ફંડ કરતા ઓછામાં ઓછા 66 ટકા વધુ હશે.
નવા વેજ કોડ પ્રમાણે કર્મચારીઓની ગ્રેચ્યુટીમાં પણ ફેરફાર થશે. ગ્રેચ્યુટીની ગણતરી હવે મોટાપાયે થશે જેમાં બેઝિક પેની સાથે સાથે બીજા ભથ્થા જેવા કે ટ્રાવેલ, સ્પેશિયલ ભથ્થાનો સમાવેશ થાય છે તે બધી કંપનીની ગ્રેચ્યુટીમાં જોડાશે.