રતન ટાટાની 7900 કરોડની સંપત્તિનો ઉત્તરાધિકારી કોણ? આ 4 લોકોના માથે છે વસિયતની જવાબદારી
Ratan Tata property: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાએ ક્યારેય લગ્ન કર્યા નથી અને તેમને કોઈ સંતાન નથી, તેથી લોકો તેમના મોત પછી તેમની મિલકત (Ratan Tata's property) કોને મળશે તે અંગે લોકો ચર્ચાઓ કરવા લાગ્યા છે. ટાટા ટ્રસ્ટની કમાન સાવકા ભાઈ નોએલ ટાટાને સોંપવામાં આવી છે પરંતુ રતન ટાટાની રૂ. 7900 કરોડની સંપત્તિનો વારસો કોને મળશે તે રહસ્ય ટૂંક સમયમાં પડદો ખૂલી જશે.
ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાએ એક વસિયતનામું (Ratan Tata's will) બનાવ્યું છે. તેઓ 7,900 કરોડ રૂપિયાની સંપત્તિ પાછળ છોડીને ગયા છે. તેમની મિલકતના સંભાળનની જવાબદારી પણ ફાયનલ કરાઈ છે. રતન ટાટાએ તેમના મૃત્યુ પહેલાં બધું જ નક્કી કરી લીધું હતું. ઈકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ મુજબ રતન ટાટાએ પોતાની વસિયતને લાગુ કરવાની જવાબદારી 4 લોકોને સોંપી છે.
રતન ટાટાએ તેમની વસિયત બનાવી રાખી છે. તેણે આ વિલને અમલમાં મૂકવાની જવાબદારી તેના નજીકના મિત્ર અને વ્યવસાયે વકીલ ડેરિયસ ખંબાટા (Darius Khambatta) અને સહયોગી મેહલી મિસ્ત્રીને સોંપી છે. આ સિવાય તેમણે તેમની સાવકી બહેનો શિરીન અને ડાયના જીજીભોયને પણ જવાબદારી આપી છે. આ ચાર લોકો પર રતન ટાટાની વસિયતને યોગ્ય રીતે લાગુ કરાવવાની જવાબદારી છે. દેશના સૌથી મોટા બિઝનેસ હાઉસ ટાટા ગ્રુપનું 66 ટકા હોલ્ડિંગ ટાટા ટ્રસ્ટના હાથમાં છે.
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024 (Hurun India Rich List 2024) અનુસાર, રતન ટાટા પાસે 7900 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ટાટા સન્સમાં તેમનો 0.83% હિસ્સો હતો. દાન અને પરોપકારમાં હંમેશા અગ્રેસર રહેતા રતન ટાટા ઈચ્છતા હતા કે તેમની સંપત્તિનો મોટો હિસ્સો દાન અને સામાજિક કલ્યાણ માટે વાપરવામાં આવે. તેમની આવક અથવા સંપત્તિનો હિસ્સો ટાટા સન્સ સાથે જોડાયેલો છે. તેમણે બે ડઝનથી વધુ કંપનીઓમાં રોકાણ કર્યું છે. Ola, Paytm, Tracxn, FirstCry, Bluestone, CarDekho, CashKaro, Urban Company and Upstox જેવી ડઝનેક કંપનીઓમાં તેમનું રોકાણ છે. આ સિવાય રતન ટાટાએ તેમના પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ વ્હીકલ RNT Associates Private Limited માં વર્ષ 2023 સુધીમાં 186 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ રોકાણો સિવાય તેમની પાસે મુંબઈના કોલાબામાં ઘર છે. આ સાથે અલીબાગમાં અરબી સમુદ્રના કિનારે હોલિડે હોમ છે.
રતન ટાટાના વિલની વિગતો સંપૂર્ણપણે ખાનગી છે. તેમણે મેહલી મિસ્ત્રી (Mehli Mistry) પર ભરોસો મૂક્યો છે. મેહલી સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટના બોર્ડમાં ટ્રસ્ટી હતા. તમને જણાવી દઈએ કે મેહિલ મિસ્ત્રી ટાટા સન્સના પૂર્વ ચેરમેન સ્વર્ગસ્થ સાયરસ મિસ્ત્રીના પિતરાઈ ભાઈ છે. તેઓ છેલ્લા ઘણા સમયથી રતન ટાટાની સંભાળ રાખતા હતા. તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા હતા. વર્ષ 2022માં તેમને ટાટાના બે સૌથી મોટા ટ્રસ્ટના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા.
રતન ટાટાના મિત્ર અને વકીલ ખંબાટ્ટાએ તેમની વસિયત બનાવવામાં મદદ કરી હતી. હવે તેમની ઇચ્છાને અમલમાં મૂકવા માટે વહીવટકર્તાઓની નિમણૂક કરવામાં આવી છે. આ માટે ચાર લોકોની પસંદગી કરવામાં આવી છે. જીજીભોય બહેનો રતન ટાટાની માતા સુનુની પુત્રીઓ છે. તમને જણાવી દઈએ કે રતન ટાટાની માતાએ સર જમશેદજી જીજીભોય સાથે બીજી વખત લગ્ન કર્યા હતા. રતન ટાટા તેમની નાની બહેનોની ખૂબ નજીક હતા. રતન ટાટાની જેમ તેમની બહેનો પણ પરોપકારી કાર્યોમાં રસ લઈને કામગીરી કરે છે.